IND vs AUS: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો ડર તો જુઓ.. નાગપુર ટેસ્ટ પહેલા આખી ટીમ ગભરાટની સ્થિતિમાં

IND vs AUS: ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં એક ડરનો માહોલ છે. ટીમના સર્વોચ્ચ ખેલાડીઓનું માનવું છે કે ભારતમાં આવી તેને ટેસ્ટ સિરીઝમાં હરાવવું ખુબ મુશ્કેલ કામ છે. જો અમને જીત મળે તો તે એશિઝથી પણ મોટી જીત હશે. 

IND vs AUS: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો ડર  તો જુઓ.. નાગપુર ટેસ્ટ પહેલા આખી ટીમ ગભરાટની સ્થિતિમાં

નાગપુરઃ ભારતમાં ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ તૈયાર છે. નાગપુર ટેસ્ટ પહેલા પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિત અને ડેવિડ વોર્નર સહિત ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું માનવું છે કે આ દેશમાં સિરીઝમાં જીત એશિઝ જીતવાથી મોટી સિદ્ધિ છે. બંને દેશો વચ્ચે ચાર મેચોની સિરીઝનો પ્રારંભ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં થશે. 'ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ' પર જારી વીડિયોમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ભારતના પ્રવાસ પર પડકાર વિશે વાત કરી છે. 

આ વીડિયોમાં સ્મિથે કહ્યું- સિરીઝની વાત છોડો, ભારતમાં ટેસ્ટ જીતવી પણ પડકારજનક છે. જો અમે તેમ કરવામાં સફળ રહીએ તો ખુબ મોટી વાત હશે. મને લાગે છે કે જો તમે ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતો તો તે એશિઝ જીતથી મોટી સફળતા છે. 

The Aussie Test stars have their say #INDvAUS pic.twitter.com/ljF0II6LBo

— cricket.com.au (@cricketcomau) February 6, 2023

અનુભવી ઓપનિંગ બેટર વોર્નરે કહ્યુ કે, તે દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્પિનરો વિરુદ્ધ રમવા માટે ઉત્સુક છે. તેણે કહ્યું- પાછલી એશિઝનો ભાગ બનવું શાનદાર હતું પરંતુ ભારતમાં આવવું અને ભારતને ભારતમાં હરાવવુ અમારા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મુશ્કેલ પડકાર છે. હું પ્રવાસ માટે ઉત્સુક છું, આ હંમેશા એક મુશ્કેલ પરીક્ષા હોય છે. આ પ્રવાસ પર હું દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્પિનરો વિરુદ્ધ ખુદને પારખવા માટે તૈયાર છું.

ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કહ્યુ- ઘણો સમય થઈ ગયો જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતમાં ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી હતી. વિશ્વ ક્રિકેટમાં દરેકનું લક્ષ્ય ભારતમાં પ્રયાસ કરવો અને જીતવાનો હોય છે. તેના સાથી ફાસ્ટ બોલર અને ઈજાને કારણે પ્રથમ ટેસ્ટથી બહાર મિચેલ સ્ટાર્કે કહ્યુ- ભારતમાં સિરીઝ જીતવી કોઈપણ ટીમ માટે માથા પર તાજ સમાન છે. 

સ્ટાર્ક અને તેનો કેપ્ટન પેટ કમિન્સ ભારતમાં અને આ વર્ષના અંતમાં ઈંગ્લેન્ડમાં એશિઝ જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સ્ટાર્કે કહ્યું- જો અમે ભારતના પ્રવાસ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પર એશિઝમાં જીત મેળવીએ તો આ શાનદાર સિદ્ધિ હશે. કમિન્સે કહ્યુ- ભારતમાં સિરીઝ જીતવી ઈંગ્લેન્ડમાં એશિઝ જીતવા સમાન છે. હું પરંતુ તેને એશિઝથી મોટી સિદ્ધિ માનીશ. જો અમે અહીં જીતીએ તો તે કરિયરની મોટી સિદ્ધિ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news