મોટો ખુલાસો! શુભમન ગિલ પાસે આ છેલ્લી તક હતી, એક 'ધમકી'ના કારણે પલટાઈ ગઈ બાજી?

શુભમન માટે આ સદી ટીમમાં જગ્યા જાળવવાની સંજીવની જેવી બની છે. શુભમન સતત ટેસ્ટ મેચોમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો હતો. રિપોર્ટ મુજબ શુભમન ગિલને અલ્ટિમેટમ મળી ચૂક્યું હતું. 

મોટો ખુલાસો! શુભમન ગિલ પાસે આ છેલ્લી તક હતી, એક 'ધમકી'ના કારણે પલટાઈ ગઈ બાજી?

ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ રમાઈ રહી છે. મેચની બીજી ઈનિંગમાં શુભમન ગિલે ટીમ ઈન્ડિયા માટે જબરદસ્ત સદી ફટકારી. શુભમન માટે આ સદી ટીમમાં જગ્યા જાળવવાની સંજીવની જેવી બની છે. શુભમન સતત ટેસ્ટ મેચોમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો હતો. રિપોર્ટ મુજબ શુભમન ગિલને અલ્ટિમેટમ મળી ચૂક્યું હતું કે તે પાછો રણજી ટ્રોફીમાં રમીને પોતાનું પરફોર્મન્સ મેળવે, પરંતુ ત્રીજા નંબરે બેટિંગ કરતા શુભમને છેલ્લી તક પર પોતાનું સામર્થ્ય સાબિત કરતા તક સાંધી લીધી. 

શુભમન ગિલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઇનિંગમાં 147  બોલમાં 104 રન કર્યા. પોતાના આ ઇનિંગમાં તેણે 11 ચોગ્ગ અને 2 છગ્ગા પણ ફટકાર્યા. ગિલે પોતાની ત્રીજી ટેસ્ટ સદી ફટકારી અને માર્ચ 2023 બાદ પોતાની 12 ઈનિંગમાં આ તેની પહેલી સદી હતી. તેણે અક્ષર પટેલ સાથે મળીને 89 રનની મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી. 

શુભમનની આ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ પોતાની  બીજી ઈનિંગમાં 225 રન કર્યા જેના કારણે ઈંગ્લેન્ડને જીત માટે 399 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ઈંગ્લેન્ડની બોલિંગમાં સ્પિનર ટોમ હાર્ટલે અને રેહાન અહેમદે ઈંગ્લેન્ડ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. હાર્ટલેએ 4 વિકેટ લીધી અને અહેમદે અંતમાં અશ્વિનની વિકેટ લઈને ઈનિંગનો અંત કર્યો. 

ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં 399 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત પણ સારી રહી. રમતના અંત સુધી 1 વિકેટના નુકસાન પર 67 રન કર્યા હતા. ટીમે બેન ડકેટની વિકેટ ગુમાવી છે. ક્રિઝ પર હાલ જેક ક્રાઉલે અને રેહાન અહેમદ છે જે આજે ઈનિંગની શરૂઆત કરશે. રેહાન અહેમદ ઈંગ્લેન્ડ માટે નાઈટ વોચમેનની ભૂમિકા ભજવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news