IND vs ENG 3rd T20: રાહુલ સતત ફ્લોપ, છતાં જીદ પર અડ્યો વિરાટ કોહલી, જાણો શું કહ્યું?

ઈંગ્લેન્ડે ભારતને 5 મેચની ટી20 સિરીઝની ત્રીજી મેચમાં 8 વિકેટથી હરાવ્યું. આ મેચમાં ભારતીય ટીમનો બોલિંગ અને ફિલ્ડિંગ ખુબ ખરાબ રહી. સિરીઝની પહેલી બે મેચોની જેમ જ ટીમ ઈન્ડિયાના ઓપનર કે એલ રાહુલની બેટિંગ આ મેચમાં પણ ફ્લોપ રહી. ત્યારબાદ તેની ચારે બાજુ ટીકા થવા લાગી. જો કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રાહુલનો બચાવ કર્યો છે. 

IND vs ENG 3rd T20: રાહુલ સતત ફ્લોપ, છતાં જીદ પર અડ્યો વિરાટ કોહલી, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ઈંગ્લેન્ડે ભારતને 5 મેચની ટી20 સિરીઝની ત્રીજી મેચમાં 8 વિકેટથી હરાવ્યું. આ મેચમાં ભારતીય ટીમનો બોલિંગ અને ફિલ્ડિંગ ખુબ ખરાબ રહી. સિરીઝની પહેલી બે મેચોની જેમ જ ટીમ ઈન્ડિયાના ઓપનર કે એલ રાહુલની બેટિંગ આ મેચમાં પણ ફ્લોપ રહી. ત્યારબાદ તેની ચારે બાજુ ટીકા થવા લાગી. જો કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રાહુલનો બચાવ કર્યો છે. 

રાહુલનો ફ્લોપ શો યથાવત
ઈંગ્લન્ડ વિરુદ્ધ ટી 20 સિરીઝમાં કે એલ રાહુલનું ખરાબ પ્રદર્શન ચાલુ જ છે. રાહુલે આ સિરીઝની પહેલી મેચમાં 1 જ રન બનાવ્યો અને આઉટ થઈ ગયો. જ્યારે બીજી બે મેચમાં તો  ખાતું પણ ન ખુલ્યું. રાહુલની કરિયરમાં આ પહેલીવાર બન્યુ છે કે જ્યારે તે ટી 20 ક્રિકેટમાં આટલો ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. તેના ખરાબ ફોર્મના કારણે ચારેબાજુ  હવે તેની ટીકા થઈ રહી છે. તેને ટીમમાંથી બહાર કરવાની માગણી પર જોર પકડી રહી છે. 

વિરાટે કર્યો બચાવ
રાહુલ સતત ફ્લોપ રહ્યા બાદ પણ તેને મળતી તક પર સવાલ થઈ રહ્યા છે. આવામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રાહુલનો બચાવ કર્યો છે. વિરાટે મેચ બાદ કહ્યું કે 'થોડી મેચ પહેલા હું પણ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. રાહુલ ચેમ્પિયન ખેલાડી છે અને અમે આગળ પણ મેચોમાં તેનાથી જ ઈનિંગની શરૂઆત કરાવીશું. તે રોહિત સાથે અમારો ઓપનિંગ બેટ્સમેન રહેશે. ટી20 સહજતાનો ખેલ છે, તમારા બેટથી કેટલાક સારા શોટ્સ નીકળે છે ત્યારે બધુ ઠીક થઈ જાય છે.'

ટી20માં રાહુલ સૌથી ભરોસાપાત્ર ખેલાડી
કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી ટી20 ક્રિકેટમાં ભારતનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી રહ્યો છે. રાહુલ ઈન્ટરનેશનલ ટી 20 રેટિંગમાં ત્રીજા નંબરે છે. તેણે પોતાની કરિયરની 48 મેચોમાં 40.60 ની સરેરાશથી 1543 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 143.13નો રહ્યો છે. રાહુલના નામે ટી 20 ક્રિકેટમાં બે સદી અને 12 અર્ધસદી પણ નોંધાયેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news