INDvsNZ T20: ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ બોલરની અઢી વર્ષ બાદ થઈ વાપસી

ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યૂસન ઈજાગ્રસ્ત હોવાને કારણે ન્યૂઝીલેન્ડે ગુરૂવારે મધ્યમ ગતિના ફાસ્ટ બોલર હામિશ બેનેટને અઢી વર્ષ બાદ ટીમમાં તક આપી છે. 
 

INDvsNZ T20: ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ બોલરની અઢી વર્ષ બાદ થઈ વાપસી

નવી દિલ્હીઃ ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યૂસન ઈજાગ્રસ્ત હોવાને કારણે ન્યૂઝીલેન્ડે ગુરૂવારે મધ્યમ ગતિના ફાસ્ટ બોલર હામિશ બેનેટને અઢી વર્ષ કરતા વધુ સમય બાદ રાષ્ટ્રીય ટીમમાં પરત બોલાવ્યો છે. ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 24 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. પ્રવાતની શરૂઆત 5 ટી-20 મેચોની સિરીઝથી થશે. 

32 વર્ષીય ફાસ્ટ બોલર હામિશ બેનેટ ન્યૂઝીલેન્ડની વનડે ટીમના નિયમિત સભ્ય રહી ચુક્યો છે. તે 2011 વિશ્વકપમાં પણ રમ્યો હતો. બેનેટે છેલ્લે 2017માં બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે મેચ રમી હતી. એક ટેસ્ટ અને 16 વનડે રમી ચુકેલા બેનેટે ટી20 આંતરરાષ્ટ્રીયમાં અત્યાર સુધી પર્દાપણ કર્યું નથી. હામિશ બેનેટે 16 વનડે મેચોમાં 23ની એવરેજથી 27 વિકેટ ઝડપી છે, પરંતુ 2011 બાદથી તેણે માત્ર ચાર મેચ રમી છે. 

હાશિમ બેનેટે અત્યાર સુધી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, પરંતુ પાછલી કેટલિક સિઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના પ્રદર્શને ન્યૂઝીલેન્ડ પસંદગી સમિતિનું ધ્યાન ખેંચ્યું છે. આખરે ઈજાથી નબળા પડેલા ટીમના ફાસ્ટ આક્રમણને મજબૂત બનાવવા માટે બેનેટને સામેલ કરવો પડ્યો છે. 

ન્યૂઝીલેન્ડના પસંદગીકાર ગેવિન લાર્સને કહ્યું, 'પાછલી કેટલિક સિઝન દરમિયાન સીમિત ઓવરોના ઘરેલૂ મુકાબલામાં તે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. અમે તેનાથી પ્રભાવિત છીએ કે' તે પોતાની રમતને વિકસિત રાખવામાં કેમ સક્ષમ રહે. 

બોલ્ટ અને ફર્ગ્યૂસન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ પ્રવાસમાં થયેલી ઈજા બાદ અત્યાર સુધી ફીટ થયા નથી. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો બેનેટને અનુભવી ટિમ સાઉદી, બ્લેયર ટિકર અને સ્કોટ કુગલેઇનનો સાથ મળશે. જ્યારે ઈશ સોઢી અને મિશેલ સેન્ટનર સ્પિન વિભાગની જવાબદારી સંભાળશે. 

ન્યૂઝીલેન્ડની ટીમ ફાસ્ટ બોલરની ઈજાથી પરેશાન છે. મેટ હેનરી, ડહ બ્રેસવેલ અને એડમ મિલ્નેને પણ નજરઅંદાર કરી દેવામાં આવ્યા છે. કેન વિલિયમ્સન 14 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. જેમાં માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, કોલિન મુનરો અને કોલિન ડી ગ્રાન્ડહોમ જેવા અનુભવી ખેલાડી સામેલ છે. 

ન્યૂઝીલેન્ડ પ્રવાસઃ ટી20 કાર્યક્રમ

1. પ્રથમ ટી 20: ઓકલેન્ડ - 24 જાન્યુઆરી

2. બીજી ટી 20: ઓકલેન્ડ - 26 જાન્યુઆરી

3. ત્રીજી ટી 20: હેમિલ્ટન - 29 જાન્યુઆરી

4. ચોથી ટી 20: વેલિંગ્ટન - 31 જાન્યુઆરી

5. પાંચમી ટી 20: માઉન્ટ માઉંગાનુઇ - ફેબ્રુઆરી 2

ન્યૂઝીલેન્ડની ટી20 ટીમ
કેન વલિયમ્સન (કેપ્ટન), હામિશ બેનેટ, ટોમ બ્રૂસ, કોલિન ડી ગ્રાન્ડહોમ, માર્ટિન ગુપ્ટિલ, સ્કોટ કુગલેઈન, ડેરિલ મિશેલ, કોલિન મુનરો, રોસ ટેલર, બ્લેયર ટિકર, મિશેલ સેન્ટનર, ટિમ સિફર્ટ, ઈશ સોઢી અને ટીમ સાઉદી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news