IND vs NZ: ન્યૂઝીલેન્ડ ભારત પર હાવી, ટીમ ઇન્ડિયાને હરાવી 90 વર્ષે રચ્યો ઇતિહાસ

India vs New Zealand 1st Test Match: ન્યૂઝીલેન્ડે ભારતને પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટે હરાવી ઇતિહાસ રચ્યો છે. આ એની 100મી ટેસ્ટ જીત છે.

IND vs NZ: ન્યૂઝીલેન્ડ ભારત પર હાવી, ટીમ ઇન્ડિયાને હરાવી 90 વર્ષે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને કારમો પરાજય આપ્યો છે. વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે બે મેચની સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ટેસ્ટમાં 100મી જીત મેળવી છે. આ સિધ્ધિ હાંસલ કરવામાં ન્યૂઝીલેન્ડને 90 વર્ષનો સમય લાગ્યો છે. 

ન્યૂઝીલેન્ડ 100 ટેસ્ટ જીતનાર દુનિયાની સાતમી ટેસ્ટ ટીમ બની છે. કીવી ટીમ 1930થી ટેસ્ટ ક્રિકેટ રમે છે. અત્યાર સુધી એણે 441 ટેસ્ટ મેચ રમી છે. આ જીત સાથે તેણી 100મી ટેસ્ટ મેચ જીતી છે. ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી 175 ટેસ્ટ મેચ હારી ચૂક્યું છે. જ્યારે 166 મેચ ડ્રો રહી છે. ન્યૂઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને ભારતે 100 ટેસ્ટ મેચ જીતવાની સિધ્ધિ મેળવી છે. 

આપને જણાવીએ કે, દુનિયામાં સૌથી વધુ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા જીત્યું છે. તેણે 830 મેચમાંથી 393 ટેસ્ટ મેચ જીતી છે. આ સાથે તે પ્રથમ ક્રમે છે. ઇંગ્લેન્ડની ટીમ 371 જીત સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ઉપરાંત કોઇ પણ ટીમ 200 થી વધુ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news