IND vs NZ: પહેલા જ સેશનમાં અશ્વિને ઈતિહાસ રચી નાખ્યો, પોતાના આ વર્લ્ડ રેકોર્ડથી મચાવ્યો તહેલકો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચના પહેલા જ સેશનમાં સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક મોટો રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચી નાખ્યો. 

IND vs NZ: પહેલા જ સેશનમાં અશ્વિને ઈતિહાસ રચી નાખ્યો, પોતાના આ વર્લ્ડ રેકોર્ડથી મચાવ્યો તહેલકો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  આ મેચમાં મહેમાન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી. ભારતીય ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લેતા આ મેચમાં ત્રણ ફેરફાર કર્યા. વોશિંગ્ટન સુંદર, આકાશદીપ અને શુભમન ગિલને કુલદીપ યાદવ, કે એલ રાહુલ અને મોહમ્મદ સિરાજની જગ્યાએ સામેલ કર્યા. મેચના પહેલા જ સેશનમાં સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક મોટો રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચી નાખ્યો. 

અશ્વિને રચ્યો ઈતિહાસ
જસપ્રીત બુમરાહ અને આકાશદીપે ભારત માટે બોલિંગની શરૂઆત કરી. કેપ્ટન રોહિત શર્માએ જો કે તરત જ ઈનિંગની સાતમી ઓવરથી જ અશ્વિનના હાથમાં બોલ પકડાવી દીધો. અશ્વિને પહેલી જ ઓવરમાં કમાલ કરતા વિપક્ષી ટીમના કેપ્ટન ટોમ લેથમનો શિકાર કર્યો. ઓવરના પાંચમા બોલે અશ્વિને કીવી બેટરને એલબીડબલ્યુ કર્યો. ભારતને બીજી વિકેટ પણ અશ્વિને જ અપાવી જ્યારે વિલ યંગ 18 રન કરીને વિકેટ કિપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો. આ વિકેટની સાથે જ અશ્વિને ઈતિહાસ રચી નાખ્યો. 

બનાવ્યો આ રેકોર્ડ
હકીકતમાં અશ્વિને આ બે વિકેટ લેતા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હિસ્ટ્રીમાં સૌથી વધુ બેટ્સમેનોને આઉટ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નાથન લિયોનના નામે હતો. નાથન લિયોને અત્યાર સુધીમાં WTC માં રમાયેલી 43 મેચોમાં 187 વિકેટ લીધી છે. અશ્વિને હવે 188 વિકેટ લીધી. તેણે પોતાના 39 મેચમાં જ લિયોનને પાછળ છોડ્યો છે. 

WTC માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

રવિચંદ્રન અશ્વિન- 188
નાથન લોયન- 187
પેટ કમિન્સ- 175
મિચેલ સ્ટાર્ક- 147
સ્ટુઅર્ટ બ્રોડ- 134

સૌથી વધુ ટેસ્ટ વિકેટના મામલે લિયોનની બરાબરી
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર નાથન લિયોનને બરાબર પહોંચી ગયો છે. લિયોનના નામે 530 ટેસ્ટ વિકેટ છે. અને આ લિસ્ટમાં તે સાતમા નંબર પર છે. જો કે અશ્વિને લિયોનની સરખામણીમાં ફક્ત 104 ટેસ્ટ મેચમાં આ વિકેટ પૂરી કરી છે. લિયોનના નામે 530 વિકેટ 129 મેચમાં છે. 

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મુથૈયા મુરલીધરન- 800
શેન વોર્ન- 708
જેમ્સ એન્ડરસન- 704
અનિલ કુંબલે- 619
સ્ટુઅર્ટ બ્રોડ- 604
ગ્લેન મેકગ્રાથ- 563
આર અશ્વિન- 530
નાથન લિયોન- 530

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news