IND vs NZ T20 Series: લોકો જેને ખાલિસ્તાની કહીને ધૂતકારતા હતા, આજે એ ટીમ ઈન્ડિયાનો મેઈન બોલર છે

IND vs NZ T20 Series: ભારતીય ટીમનો એક ખેલાડી એવો છે જેને લોકો પહેલાં ખાલિસ્તાની કહીને તેનો વિરોધ કરતા હતાં. આજે એ જ ખેલાડી ટીમ ઈન્ડિયાની આન બાન અને શાન છે.

IND vs NZ T20 Series: લોકો જેને ખાલિસ્તાની કહીને ધૂતકારતા હતા, આજે એ ટીમ ઈન્ડિયાનો મેઈન બોલર છે

IND vs NZ T20 Series: ભારતીય ટીમનો એક ખેલાડી એવો છે જેને લોકો પહેલાં ખાલિસ્તાની કહીને તેનો વિરોધ કરતા હતાં. આજે એ જ ખેલાડી ટીમ ઈન્ડિયાની આન બાન અને શાન છે. પહેલાં આ ખેલાડીના નામથી લોકો ચિડાતા હતાં. તેનું અપમાન કરતા હતાં. તેને તક નહોંતા આપતાં. આજે આ યુવા પેસરે ચારેય તરફ ધૂમ મચાવી છે. નેપિયરમાં તબાહી મચાવી છે. એશિયા કપ-2022ના સુપર-4 રાઉન્ડમાં અર્શદીપે પાકિસ્તાન સામે એક કેચ છોડ્યો હતો. પછી જાણે ટ્રોલર્સ તેમની પાછળ પડ્યા. જોકે, આ ફાસ્ટ બોલરે હાર ન માની અને પોતાના પ્રદર્શનથી બધાને જડબાતોડ જવાબ આપ્યો.

4 સપ્ટેમ્બર 2022 એક એવી તારીખ ભારતના ઘણા ક્રિકેટ ચાહકો આ તારીખ હંમેશા યાદ રાખશે. એ જ દિવસે એશિયા કપ-2022ના સુપર-4 રાઉન્ડની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની ટીકા થઈ હતી. રોહિત શર્મા કેપ્ટનશિપ સંભાળી રહ્યો હતો, તેને સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. એક એવો યુવા ખેલાડી પણ હતો, જેની સામે બોલવાની કોઈ મર્યાદા ન હતી - અર્શદીપ સિંહ. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતે આ 3 મેચની શ્રેણી 1-0થી જીતી હતી. તે મેચમાં અર્શદીપ સિંહ એક કેચ ચૂકી ગયો હતો. પછી શું હતું, જ્યારે ભારત હાર્યું તો લોકો તેમની પાછળ પડ્યા. આ 23 વર્ષીય ફાસ્ટ બોલરને ખાલિસ્તાની પણ કહેવામાં આવતો હતો. જો કે, બાદમાં જાણવા મળ્યું કે આ રીતે લખનારા ઘણા યુઝર્સ પાકિસ્તાનના છે, પરંતુ ભારતના ટ્રોલર્સ પણ તેમાં જોડાયા છે. અર્શદીપે હાર ન માની અને પોતાના પરફોર્મન્સથી દરેકને યોગ્ય જવાબ આપ્યો. તે T20 વર્લ્ડ કપ-2022માં રમ્યો અને પ્રભાવિત થયો. હવે તેણે ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં પણ બોલ સાથે સારી રમત રમી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. માઉન્ટ મૌંગાનુઈમાં અર્શદીપને કોઈ વિકેટ મળી ન હતી પરંતુ શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં તેણે સિરાજ સાથે મળીને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી. નેપિયરમાં રમાયેલી આ મેચમાં તેણે 37 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જેમના વિશે આટલું બધું કહેવામાં આવ્યું છે, હવે સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા થઈ રહી છે. લોકો તેની સરખામણી અનુભવી બોલરો સાથે કરી રહ્યા છે. પંજાબનો રહેવાસી અર્શદીપ સિંહ અત્યાર સુધીમાં 21 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે કુલ 33 વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ છે કે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 6 મેચમાં 21 વિકેટ ઝડપી છે. T20 ક્રિકેટમાં તેણે કુલ 72 મેચમાં 89 વિકેટ ઝડપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news