IND vs PAK: બાબરની સેના પર થશે વિરાટ જીત? ટીમ ઈન્ડિયા સામે કેટલી મજબૂત પાકિસ્તાન ટીમ

ભારત અને પાકિસ્તાનની ટીમ ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી એકબીજા સામે પાંચ વખત મેદાનમાં ઉતરી છે અને દર વખતે વિજય ભારતનો થયો છે. એટલે કે બાબર આઝમની ટીમને આ મુકાબલામાં ભારત વિરુદ્ધ ટી20 વિશ્વકપમાં પ્રથમ જીતની આશા હશે.

IND vs PAK: બાબરની સેના પર થશે વિરાટ જીત? ટીમ ઈન્ડિયા સામે કેટલી મજબૂત પાકિસ્તાન ટીમ

દુબઈઃ બસ હવે મહામુકાબલો શરૂ થવામાં થોડી કલાકો બાકી છે. ટી20 વિશ્વકપ 2021ના સુપર 12 સ્ટેજમાં ભારતની ટક્કર કટર હરીફ પાકિસ્તાન સામે આજે સાંજે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થવાની છે. તમામ ક્રિકેટ ફેન્સની નજર હાઈ-વોલ્ટેજ મેચ પર રહેવાની છે. ફટાફટ ક્રિકેટમાં વર્લ્ડ કપમાં પાડોશી દેશ આજ સુધી ટીમ ઈન્ડિયા વિરુદ્ધ જીત મેળવી શક્યો નથી. તેમ છતાં કેપ્ટન બાબર આઝમે દાવો કર્યો છે કે તેની આગેવાનીમાં આ વખતે પાકિસ્તાન ઇતિહાસ બદલવામાં સફળ રહેશે. તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ મુકાબલાને બાકી મેચોની જેમ ગણાવ્યો છે. કોણ કોના પર ભારે પડશે તે સમય જણાવશે, પરંતુ આજે રાત્રે રોમાંચ આસમાને હશે તે વાતની ગેરંટી છે. આવો તમને જણાવીએ આ મહામુકાબલામાં કેવી રહેશે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન, શું કહે છે હેડ ટૂ ડેડ આંકડા અને બોલર-બેટરોમાંથી કોની રહેશે દુબઈની પિચ પર બોલબાલા.

હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનની ટીમ ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી એકબીજા સામે પાંચ વખત મેદાનમાં ઉતરી છે અને દર વખતે વિજય ભારતનો થયો છે. એટલે કે બાબર આઝમની ટીમને આ મુકાબલામાં ભારત વિરુદ્ધ ટી20 વિશ્વકપમાં પ્રથમ જીતની આશા હશે. ટી20માં જો બંને ટીમોના ઓવર ઓલ રેકોર્ડ પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે 8 મુકાબલા થયા છે, જેમાં ભારતને 7 તો પાકિસ્તાનને 1 જીત મળી છે. 

કંઈક આવી હોઈ શકે છે બંને ટીમોની પ્લેઇંગ XI
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વરૂણ ચક્રવર્તી, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ. 

પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ XI- મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ફખર જમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આશિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન અફરીદી, હસન અલી, હરિસ રાઉફ. 

પીચ રિપોર્ટ
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે સારી માનવામાં આવે છે અને આઈપીએલમાં પણ આ મેદાન પર ઘણા રન થયા હતા. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ શાનદાર મેચમાં સારો સ્કોર જોવા મળી શકે છે. દુબઈમાં, પીછો કરનારી ટીમે વધુ મેચ જીતી છે, તેથી ટોસ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ મેચમાં ઝાકળ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરતા સરેરાશ સ્કોર 168 રહ્યો છે. દુબઈમાં રનનો પીછો કરતી ટીમે 60 ટકા મેચો જીતી છે.

હવામાન કેવું રહેશે
દુબઈમાં 24 ઓક્ટોબરે હવામાન ગરમ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં ભારત-પાકિસ્તાન મેચમાં હવામાન કોઈ વિક્ષેપ સર્જતું જોવા મળશે નહીં. બંને ટીમોને આ મેદાન પર રમવાનો ઘણો અનુભવ છે. ભારતીય ખેલાડીઓ હાલમાં જ આઈપીએલ 2021 રમવા માટે આ મેદાન પર આવ્યા છે, તેથી તેને પાકિસ્તાનનું બીજું ઘર પણ માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news