IND vs SA: ટીમ ઇન્ડીયાના હાથમાંથી બાજી છિનવી આફ્રીકાએ જીતી મેચ, પંત સેનાની હારથી શરૂઆત

દક્ષિણ આફ્રીકાએ ભારતને દિલ્હી ટી20 મેચમાં 7 વિકેટથી હરાવી દીધી. આ જીત સથે આફ્રીકાની ટીમે 0-1 થી બઢત મેળવી લીધી છે.

IND vs SA: ટીમ ઇન્ડીયાના હાથમાંથી બાજી છિનવી આફ્રીકાએ જીતી મેચ, પંત સેનાની હારથી શરૂઆત

India vs South Africa: દક્ષિણ આફ્રીકાએ ભારતને દિલ્હી ટી20 મેચમાં 7 વિકેટથી હરાવી દીધી. આ જીત સથે આફ્રીકાની ટીમે 0-1 થી બઢત મેળવી લીધી છે. સાઉથ આફ્રીકાએ ટોસી જીત્યો અને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડીયાએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રીકાએ 19.1 ઓવરમાં 3 વિકેટ પર 212 રન બનાવ્યા. 

સાઉથ આફ્રીકાની શરૂઆત સારી રહી નહી. ત્રીજી ઓવરમાં જ ભુવનેશ્વર કુમારે ટેંબા બાવુમાને પેવેલિયન મોકલી દીધા હતા. છઠ્ઠી ઓવરમાં ડ્વેન પ્રીટોરિયસને હર્ષલે પેવેલિયન મોકલ્યો. 9મી ઓવરમાં ક્વિટન ડીકોકને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. રસ્સી વાન ડેસ ડુસેન 75 અને ડેવિડ મિલર 64 રન બનાવી અણનમ રહ્યા હતા. 

— BCCI (@BCCI) June 9, 2022

તેંબા બામુઆએ જણાવ્યું હતું કે એડન માર્કરામ કોવિડ 19 પોઝિટિવ થયા છે. તે આ મેચ દરમિયાન પણ રમી શકશે નહી. તેમની જગ્યાએ ટ્રિસ્ટન સ્ટબ્સને તક આપવામાં આવી છે. જે આ મેચથી ડેબ્યૂ કરશે. 

વાન ડર ડુસેન અને મિલરે છીનવી મેચ
સાઉથ આફ્રીકાના બેટ્સમેમે ટીમ ઇન્ડીયાની ભૂંડી રીતે ધોલાઇ કરી. આફ્રીકા તરફથી રાસી વાન ડર ડુસેન અને ડેવિડ મિલરે કમાલની બેટીંગ કરી હતી. રાસી વાન ડર ડુસેને અણનમ 75 અને ડેવિડ મિલરે 64 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત પ્રીટોરિયસે 29 અને ડી કોકે 22 રનોની ઇનિંગ રમી.  

ટીમ ઇન્ડીયાની હારથી શરૂઆત
સાઉથ આફ્રીકા વિરૂદ્ધ એક કાંટાની ટક્કરની મુકાબલામાં ટીમ ઇન્ડીયાને હારનો સામનો કરવો પડ્યો. આફ્રીકાની ટીમે 7 વિકેટે મેચ જીતી છે. ભારતીય ટીમ 211 રન બોર્ડ પર લગાવીને આ મેચને જીતમાં બદલે શકી નહી. ટીમ ઇન્ડીયાના બોલર આ મેચમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. 

વાન ડર ડુસેન અને મિલરે છીનવી મેચ
સાઉથ આફ્રીકાના બેટ્સમેમે ટીમ ઇન્ડીયાની ભૂંડી રીતે ધોલાઇ કરી. આફ્રીકા તરફથી રાસી વાન ડર ડુસેન અને ડેવિડ મિલરે કમાલની બેટીંગ કરી હતી. રાસી વાન ડર ડુસેને અણનમ 75 અને ડેવિડ મિલરે 64 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત પ્રીટોરિયસે 29 અને ડી કોકે 22 રનોની ઇનિંગ રમી.  

ટીમ ઇન્ડીયાની હારથી શરૂઆત
સાઉથ આફ્રીકા વિરૂદ્ધ એક કાંટાની ટક્કરની મુકાબલામાં ટીમ ઇન્ડીયાને હારનો સામનો કરવો પડ્યો. આફ્રીકાની ટીમે 7 વિકેટે મેચ જીતી છે. ભારતીય ટીમ 211 રન બોર્ડ પર લગાવીને આ મેચને જીતમાં બદલે શકી નહી. ટીમ ઇન્ડીયાના બોલર આ મેચમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. 

ભારતે બનાવ્યા 211 રન 
ભારત માટે ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશને મજબૂત શરૂઆત અપાવી. ઇશાન કિશને શાનદાર 76 રન, ઋતુરાજ ગાયકવાડે 23 રન, શ્રેયસ ઐય્યરે 36 રનનું યોગદાન આપ્યું. ઋષભ પંતે 29 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવર્સમાં 12 બોલમાં 31 રન બનાવ્યા. 

ઐય્યર પણ પરત ફર્યા
ટીમ ઇન્ડીયાના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ આઉટ થયા છે. ઐય્યર 36 રન બનાવીને બોલ્ડ થયા છે. 17 ઓવર બાદ ટીમ ઇન્ડીયાનો સ્કોર 3 વિકેટ 173 રન. 

16 ઓવર બાદ ટીમ ઇન્ડીયાનો સ્કોર
16 ઓવર બાદ ટીમ ઇન્ડીયાનો સ્કોર 156 રન પર 2 વિકેટ છે. શ્રેયર ઐય્યર 36 અને કેપ્ટન પંત 9 રન બનાવીને રમી રહ્યા છે. ટીમ ઇન્ડીયા એક મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. 

આગ ઓકી આઉટ થયા ઇશાન
ઇશાન કિશન સાઉથ આફ્રીકા વિરૂદ્ધ સારું પ્રદર્શન કરી આઉટ થયા છે. ઇશાને 48 બોલમાં 76 રન ફટકાર્યા છે. ઇશાને 11 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી છે. 

ઇશાનની ફિફ્ટી પુરી
પ્રથમ વિકેટ પડ્યા બાદ પણ ટીમ ઇન્ડીયા પર ખાસ અસર પડી નહી. ભારતીય ટીમ માટે આ મેચમાં ઓપનિંગ કરવા માટે કિશને હાફ સેન્ચુરી ફટકારી છે. તો બીજી તરફ શ્રેયસ ઐય્યર પણ જામી ગયા છે. 11 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 112 રન પર એક વિકેટ. ઇશાન 53 અને શ્રેયસ 26 રન બનાવીને રમી રહ્યા છે. 

ઋતુરાજે ફરી કર્યા નિરાશ!
ટીમ ઇન્ડીયા માટે આ મેચમાં ઓપનિંગ કરવા આવેલા ઋતુરાજ ગાયકવાડ સારી શરૂઆત બાદ આઉટ થઇ ગયા છે. ગાયકવાડ 15 બોલમાં 23 રન બનાવીને આઉટ થઇ ગયા છે. તેમની વિકેટ વેન પર્નલે લીધી. 7 ઓવરમાં ટીમ ઇન્ડીયાનો સ્કોર 63 પર એક વિકેટ. 

ભારતીય ટીમની સારી શરૂઆત
સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ભારતીય ટીમે સારી શરૂઆત કરી છે. પહેલી 6 ઓવરમાં ભારતીય ટીમે 51 રન બનાવીને કોઇ વિકેટ ગુમાવી નથી. ટીમ ઇન્ડીયા તરફથી ઇશાન કિશન 26 અને ઋતુરાજ ગાયકવાડ 17 રન બનાવીને રમી રહ્યા છે. 

ટીમ ઇન્ડીયાની બેટીંગ શરૂ
સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ટીમ ઇન્ડીયાની બેટીંગ શરૂ થઇ ગઇ છે. ટીમ ઇન્ડીયા તરફથી ઇશાન કિશાન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા માટે આવ્યા છે. પહેલી ઓવરમાં ટીમ ઇન્ડીયા વિકેટ ગુમાવ્યા વિના 13 રન બનાવી ચૂકી છે. 

ભારતની T20 ટીમ: 
ઋષભ પંત (કેપ્ટન, વિકેટકિપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ ઐય્યર, દિનેશ કાર્તિક, વેંકટેશ ઐયર, યુજવેંદ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ અને ઉમરાન ખાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news