IND vs SL: ઋષભ પંતે એક ઝાટકે તોડ્યો 40 વર્ષ જૂનો રેકોર્ડ, ફટકારી સૌથી ફાસ્ટ ફિફ્ટી

ભારતીય ટીમ શ્રીલંકાના વિરૂદ્ધ બે મેચોની ટેસ્ટ સીરીઝમાં ટકરાઇ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ કમાલનું પ્રદર્શન કરી રહી છે અને ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાની નજીક છે. આ સીરીઝમાં ટીમના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને બેટ જોરદાર ગર્જ્યું છે.

IND vs SL: ઋષભ પંતે એક ઝાટકે તોડ્યો 40 વર્ષ જૂનો રેકોર્ડ, ફટકારી સૌથી ફાસ્ટ ફિફ્ટી

નવી દિલ્હી: ભારતીય ટીમ શ્રીલંકાના વિરૂદ્ધ બે મેચોની ટેસ્ટ સીરીઝમાં ટકરાઇ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ કમાલનું પ્રદર્શન કરી રહી છે અને ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાની નજીક છે. આ સીરીઝમાં ટીમના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને બેટ જોરદાર ગર્જ્યું છે. તો બીજી તરફ પંતે પિંક બોલ ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો છે.

પંતે ફટકારી સૌથી ફાસ્ટ ફિફ્ટી
તાબડતોડ વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે પોતાના નામે એક મોટો રેકોર્ડ કરી લીધો છે. જોકે હવે ભારત તરફથી સૌથી ફાસ્ટ ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેમણે આ મામલે કપિલ દેવ, શાર્દુલ ઠાકુર અને વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડેઓને પણ પાછળ છોડી દીધા છે. બીજી ટેસ્ટમાં બીજા દિવસે પંતની આંધી મેદાન પર જોવા મળી. આ બેટ્સમેને શ્રીલંકાઇ બોલરોની જોરદાર ધોલાઇ કરી અને ટેમને એક સારી લીડ અપાવવામાં મદદ કરી છે. 

ફફ્ક્ત 28 બોલમાં ફટકારી ફિફ્ટી
ઋષભ પંતે બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયા માટે બેટીંગ કરતાં ફક્ત 28 બોલમાં ફિફ્ટી ફટકારી છે. આમ કારનામો આજ સુધી ભારતનો કોઇ બીજો બેટ્સમેન કરી શક્યો નથી. આ પહેલાં આ રેકોર્ડ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવના નામે હતો, જેમણે 30 બોલમાં ફિફ્ટી ફટકારી છે. તો બીજી તરફ શાર્દુલ ઠાકુરનું નામ પણ ફક્ત 31 બોલમાં ફીફ્ટી છે. એવામાં પંતે 40 વર્ષ જૂના રેકોર્ડને એક ઝાટકે તોડી દીધો છે. 

Take a bow, Rishabh 👏💪💥

— BCCI (@BCCI) March 13, 2022

ભારત સતત 15મી સીરીઝ જીતવા ઈચ્છશે
શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ 12 માર્ચે બેંગ્લોરના મેદાનમાં રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે એક ઈતિહાસ રચશે. ભારતીય ટીમ ઘરઆંગણે સતત 15મી ટેસ્ટ શ્રેણી જીતશે. ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાના મામલે ભારતીય ટીમની નજીક પણ કોઈ નથી. ભારત ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણી હારી ગયું હતું. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. ત્યારપછી ભારતે એકપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. રોહિત શર્મા આ મેચ જીતીને આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news