SL vs IND: શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડે માટે આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ XI, સંજૂ સેમસન કરી શકે છે પર્દાપણ

ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ વનડે મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 

SL vs IND: શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડે માટે આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ  XI, સંજૂ સેમસન કરી શકે છે પર્દાપણ

નવી દિલ્હીઃ  India probable XI for first ODI against Sri Lanak: ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ 18 જુલાઈએ રમશે. શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ટીમ જીતની સાથે આ સિરીઝની શરૂઆત કરવા ઈચ્છશે અને તે માટે ટીમની પાસે એક દમદાર પ્લેઇંગ ઇલેવન હોવી જરૂરી છે. શિખર ધવન પ્રથમવાર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે અને તેનો પ્રયાસ હશે કે તે પોતાની આ જવાબદારીની શરૂઆત સારી રીતે કરે. શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડી મેદાન પર જોવા મળશે નહીં, પરંતુ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં અનુભવ અને યુવા જોશનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.

શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં શિખર ધવનની સાથે પૃથ્વી શો ઓપનિંગ કરી શકે છે. તેણે વિજય હઝારે ટ્રોફી અને આઈપીએલ પાર્ટ-1 માં સારૂ પ્રદર્શનકર્યુ હતું. સાથે બંને ખેલાડી દિલ્હી કેપિટલ્સ માટે પણ ઓપનિંગ કરે છે. ત્રીજા નંબર પર સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે, જે આ મેચ દ્વારા વનડે ક્રિકેટમાં પર્દાપણ કરશે. તો ચોથા નંબર પર મનીષ પાંડે બેટિંગ કરી શકે છે. વિકેટકીપર તરીકે સંજૂ સેમનસ અને ઇશાન કિશન વચ્ચે મુકાબલો છે, પરંતુ અનુભવના આધાર પર સંજૂને તક મળી શકે છે. તેવામાં શ્રીલંકા સામે પ્રથમ વનડેમાં સંજૂ સેમસન પણ પર્દાપણ કરી શકે છે. 

ત્યારબાદ ટીમમાં બે ઓલરાઉન્ડર હાર્દિક અને કૃણાલ પંડ્યાને તક આપવામાં આવી શકે છે. તો ફાસ્ટ બોલર તરીકે ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર અને નવદીપ સૈનીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. સ્પીન વિભાગમાં કુલદીપ યાદવ અથવા યુજવેન્દ્ર ચહલમાંથી કોઈ એક રમી શકે છે. 

શ્રીલંકા વિરુદ્ધ ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની અને યુજવેન્દ્ર ચહલ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news