અંતિમ T20 માં ટીમમાં થશે ફક્ત એક ફેરફાર, પંતને જીત બાદ પણ ખટકી રહ્યો છે આ ખેલાડી

ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમાઇ રહેલી 5 મેચોની ટી20 સીરીઝ અત્યારે 2-2 થી બરાબરી પર છે. આ સીરીઝના પહેલાં બે મેચોમાં હારનો સામનો કરનાર ટીમ ઇન્ડીયાએ આગામી મુકાબલાને જીતીને શાનદાર વાપસી કરી. હવે સીરીઝ માટે નિર્ણાયક મુકાબલામાં બંને ટીમ જીતવા માંગશે.

અંતિમ T20 માં ટીમમાં થશે ફક્ત એક ફેરફાર, પંતને જીત બાદ પણ ખટકી રહ્યો છે આ ખેલાડી

IND vs SA T20 Series: ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમાઇ રહેલી 5 મેચોની ટી20 સીરીઝ અત્યારે 2-2 થી બરાબરી પર છે. આ સીરીઝના પહેલાં બે મેચોમાં હારનો સામનો કરનાર ટીમ ઇન્ડીયાએ આગામી મુકાબલાને જીતીને શાનદાર વાપસી કરી. હવે સીરીઝ માટે નિર્ણાયક મુકાબલામાં બંને ટીમ જીતવા માંગશે. ટીમ ઇન્ડીયા અત્યારે સારા લયમાં છે પરંતુ કેપ્ટન ઋષભ પંત સીરીઝ જીતવા માટે ટીમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે. 

અંતિમ મેચમાં બહાર થશે આ ખેલાડી
આ સીરીઝની પહેલી બે મેચો બાદ ભારતીય ટીમે સારી લય પકડી છે. આગામી બે મુકાબલામાં ટીમ ઇન્ડીયાના તમામ ખેલાડીઓએ કમાલનું પ્રદર્શન કરી આ સીરીઝમાં વાપસી કરી છે. પરંતુ ટીમ ઇન્ડીયાનો એક ખેલાડી એટલું ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે કે તેના લીધે આખો મિડલ ઓર્ડર નબળો થઇ જાય છે. આ ખેલાડી બીજો નહી પરંતુ શ્રેયસ ઐય્યર છે. આ આખી સીરીઝમાં ઐય્યર પોતાના નામના અનુરૂપ પ્રદર્શન કરી રહ્યા નથી.  

આયરલેંડ સીરીઝ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, પંત બાદ હવે આ ખેલાડી બન્યો નવો કેપ્ટન
 
ઐય્યરે પહેલાં ટી20 માં 27 બોલ રમીને ફક્ત 26 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ટી20 માં તે 35 બોલ પર 40 અને ત્રીજી મેચમાં 11 બોલમાં 14 રન બનાવી શક્યા હતા. ચોથા મુકાબલામાં આ ખેલાડી 4 રન બનાવીને ટીમ ઇન્ડીયાને મુશ્કેલીમાં મુકીને જતો રહ્યો. એવામાં તેમને અંતિમ મેચમાં ડ્રોપ કરવો જ ટીમ ઇન્ડીયા માટે સારો ઓપ્શન રહેશે. 

આ બેટ્સમેન જગ્યા લેવા માટે દાવેદાર
ઐય્યરની જગ્યાએ એક ફેરફાર ટીમમાં થઇ શકે છે. તેની જગ્યા લેવા માટે સ્ટાર બેટ્સમેન અને આઇપીએલમાં આ વર્ષે કમાલ કરનાર દીપક હુડ્ડા એકદમ તૈયાર છે. દીપક આ સિઝનમાં ટીમ ઇન્ડીયાથી બહાર રહ્યો છે અને અંતિમ મેચમાં પંત તેમને પ્લેઇંગ 11 માં તક આપીને એક મોટો દાવ રમી શકે છે. આપીએલમાં દીપકે 400થી વધુ રન ફટકાર્યા હતા, તો બીજી તરફ જરૂરિયાત જણાતા આ ખેલાડી બોલીંગ પણ કરી શકે છે. 

ટીમ ઇન્ડીયાની શાનદાર જીત
ભારતીય ટીમે સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ચોથી ટી20 મેચમાં શાનદાર જીત નોંધાવી છે. ટીમ ઇન્ડીયાએ આ મેચ 82 રનોથી પોતાના નામે કરી હતી. 170 રનોના ટાર્ગેટનો પીછો કરતાં આફ્રીકી ટીમ 9 વિકેટ ગુમાવી 87 રન બનાવી શકી હતી. સાઉથ આફ્રીકાના વિરૂદ્ધ ટીમ ઇન્ડીયાના બોલરોનું પ્રદર્શન સારું રહ્યું. ટીમ ઇન્ડીયાના સ્ટાર બોલર આવેશ ખાને 18 રન આપીને 4 વિકેટ પ્રાપ્ત કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news