IND VS SL 3rd ODI LIVE: 225 રન પર ભારત ઓલઆઉટ, હવે બોલરોએ બતાવવી પડશે સ્પીડ

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ આજે કોલંબોના (Colombo) આર પ્રેમદાસા સ્ટેડિયમમાં (R Premadasa Stadium) રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

IND VS SL 3rd ODI LIVE: 225 રન પર ભારત ઓલઆઉટ, હવે બોલરોએ બતાવવી પડશે સ્પીડ

નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ આજે કોલંબોના (Colombo) આર પ્રેમદાસા સ્ટેડિયમમાં (R Premadasa Stadium) રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 43 ઓવરમાં 225 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. શ્રીલંકા સિરીઝ હારી ગઈ છે પરંતુ ક્લીન સ્વીપ થવાથી બચવા માટે તેમન 226 રનનો ટાર્ગેટ પૂરો કરવાનો રહેશે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ (Team India) શ્રીલંકા (Sri Lanka) સામે પ્રથમ અને બીજી વનડે મેચ જીતીને ત્રણ મેચની વનડે સિરીઝ પર કબજો કર્યો છે અને 2-0થી લીડ મેળવી લીધી છે.

ભારતના પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, નીતીશ રાણા, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર, કૃષ્ણપ્પા ગૌતમ, નવદીપ સૈની, ચેતન સાકરીયા.

શ્રીલંકાના પ્લેઇંગ ઇલેવન: અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા, ભાનુકા રાજપક્ષે, ધનંજય ડિસિલ્વા, ચરિત અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), રમેશ મેંડિસ, ચમિકા કરુણારાત્ને, દુષ્મંથા ચમિરા, અકિલા ધનંજય, પ્રવીણ જયવિક્રેમા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news