આવતીકાલે વડોદરા ખાતે ભારત V/S ઓસ્ટ્રેલિયા ટકરાશે, બંને ટીમોએ જીતનો દાવો માંડ્યો

ભારત સામે ટક્કર લેવા ઓસ્ટ્રેલીયન ટીમ પણ વડોદરા આવી પહોંચી હતી. ઓસ્ટ્રેલીયન ટીમની ખેલાડીઓએ પણ નેટ પ્રેક્ટીસ દ્વારા વિજયની તૈયારી કરી છે. ભારતની મજબૂત ટીમને હરાવવા માટે તેઓ સતત પ્રેક્ટીસમાં લાગ્યા છે. ઓસ્ટ્રેલીયન કેપ્ટન મેગ લેનિંગ મુજબ બેટિંગ પીચનો તેમને ફાયદો મળશે.

આવતીકાલે વડોદરા ખાતે ભારત V/S ઓસ્ટ્રેલિયા ટકરાશે, બંને ટીમોએ જીતનો દાવો માંડ્યો

વડોદરા: ભારત સામે ટક્કર લેવા ઓસ્ટ્રેલીયન ટીમ પણ વડોદરા આવી પહોંચી હતી. ઓસ્ટ્રેલીયન ટીમની ખેલાડીઓએ પણ નેટ પ્રેક્ટીસ દ્વારા વિજયની તૈયારી કરી છે. ભારતની મજબૂત ટીમને હરાવવા માટે તેઓ સતત પ્રેક્ટીસમાં લાગ્યા છે. ઓસ્ટ્રેલીયન કેપ્ટન મેગ લેનિંગ મુજબ બેટિંગ પીચનો તેમને ફાયદો મળશે.આવતીકાલે યોજાનારી આ મેચને લઈને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. મેચને લઈને પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરાઈ છે.બંન્ને ટીમોએ વન ડે સિરીઝ જીતવાનો દાવો કર્યો છે ત્યારે વડોદરામાં કોણ બાજી મારે છે તે કાલની મેચથી નકકી થઈ જશે.

9 વર્ષ બાદ વડોદરાના રિલાયન્સ મેદાન ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમાવાની છે. મેચ પહેલા ભારતે નેટ પ્રેકટિસ કરી હતી તેમજ મેદાન પર પસીનો પાડ્યો હતો. વન ડે સિરીઝ જીતવા ભારતીય મહિલા ટીમ બેટસમેનો પર નિર્ભર છે. જેમાં પણ ભારતીય કેપ્ટન મિતાલી રાજ અને વાઈસ કેપ્ટન હરમનપ્રીત કૌર પર તમામની નજર બની રહેશે. 

વન ડે મેચ પહેલા ભારતીય ટીમ પુરી રીતે તૈયાર હોવાનું વાઈસ કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. સાથે જ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન અને તેના બેટસમેનો માટે અલગ રણનીતી ટીમ ઈન્ડિયાએ તૈયાર કરી હોવાનું જણાવ્યું હતું. તો ભારતીય મહિલા ટીમના કોચ તુષાર આરોઠેએ ભારતની ટીમને હોમ પીચનો ફાયદો મળશે તેમ જણાવ્યું હતું. તેમજ ભારતનું લોઅર ઓર્ડર નબળું હોવાનો સ્વીકાર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમના કેપ્ટન મેગ લેનિંગે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ટીમે પણ રિલાયન્સ મેદાન ખાતે જોરદાર પ્રેકટિસ કરી હતી. ઓસ્ટ્રેલિયા ટીમની ખાસીયત છે કે તેમના મોટાભાગના ખેલાડીઓ ઓલ રાઉન્ડર છે જેનો ટીમને ફાયદો મળશે. ઓસ્ટ્રેલિયાની કેપ્ટને કહ્યું કે ભારતની બેટસમેન મિતાલી રાજ માટે તેમને ખાસ રણનીતી બનાવી છે. તેમજ બેટીંગ પીચ હોવાથી તેમને મેચ જીતવામાં સરળતા રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news