અરે, Twitter કેમ ટ્રેડ થઇ રહ્યો છે, 'તેરા ક્યા હોગા કોહલી-યા'

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની હાલ દરેક જગ્યાએ પ્રશંસા થઇ રહી છે. તેમણે ઓકલેન્ડમાં ટીમ ઇન્ડીયાને શાનદાર જીત અપાવી અને તેમણે પોતાના કેપ્ટનશિપ રેકોર્ડમાં વધુ એક મુકામ જોડી લીધો. આ જીત બાદ પણ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગયો. 

Updated By: Jan 24, 2020, 11:30 PM IST
અરે, Twitter કેમ ટ્રેડ થઇ રહ્યો છે, 'તેરા ક્યા હોગા કોહલી-યા'

નવી દિલ્હી; ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની હાલ દરેક જગ્યાએ પ્રશંસા થઇ રહી છે. તેમણે ઓકલેન્ડમાં ટીમ ઇન્ડીયાને શાનદાર જીત અપાવી અને તેમણે પોતાના કેપ્ટનશિપ રેકોર્ડમાં વધુ એક મુકામ જોડી લીધો. આ જીત બાદ પણ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગયો. 

તેના લીધે ઓકલેન્ડ ટી20 દરમિયાન એક પોસ્ટર છે જેમાં અલગ રીતે તેમનું આઇપીએલ કનેક્શન બતાવવામાં આવ્યું છે જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છે. આ પોસ્ટરમાં એક મોટો આંકડો 13 લખ્યો છે જેની બાજુમાં લખ્યું છે કે તેરા ક્યા હોગા કોહલી અને ત્યારબાદ યા લખ્યું. 

જોકે આ શોલે ફિલ્મના એક ડાયલોગ સાથે મળતો જુમલો બનાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ડાયલોગના તેરા ક્યા હોગા કાલિયા. તે પોસ્ટરમાં 13 નો ઇશારો આપીએલના આ વર્ષની સીઝન તરફ છે. અને બાકીનો ભાગ એમ પૂછી રહ્યો છે કે શું આ વખતે વિરાટ કોહલી આઇપીએલ જીતી શકશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પોતાની કેપ્ટનશિપમાં એક પણ આઇપીએલ જીતી શક્યા નથી અને ગત કેટલાક વર્ષોથી તે પ્લેઓફમાં પણ સ્થાન બનાવવામાં સફળ રહ્યા નથી. તેથી આ પોસ્ટર ખૂબ ચર્ચામાં છે. 

આ પોસ્ટરના ટ્રેન્ડ થયા બાદ વિરાટના ફેન્સ પણ તેમના બચાવમાં ઉતરી આવ્યા. તેમણે વિરાટ કોહલીની ઉપલબ્ધિઓની દલીલ આપતાં વિરાટને બેસ્ટ કેપ્ટન ગણાવ્યા. તેમણે એ પણ દાવો કર્યો છે કે આ વર્ષે વિરાટ કોહલી આઇપીએલ ટ્રોફી જીતને જ રહેશે. જો પણ હોય ટ્વિટર પર #13KyaHogaKohliya ટ્રેન્ડ જરૂર થઇ ગયો છે.