8 માર્ચે યોજાનાર ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે મેચ માટે લેવાયો મોટો નિર્ણય
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની સિરીઝ 2 માર્ચથી શરૂ થઈ રહી છે
Trending Photos
રાંચી : ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મેચોની સિરીઝ 2 માર્ચથી શરૂ થઈ રહી છે. આ સીરિઝની ત્રીજી મેચ 8 માર્ચે રાંચીમાં રમવામાં આવશે. રાંચીમાં રમાઈ રહેલી આ મેચ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. જોકે આ મેચ વિશે જેએસસીએ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ક્રિકેટના ચાહકો આ મેચ વિશે ભારે ઉત્સાહિત છે કારણ કે લાંબા સમય પછી આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની હોમ ગ્રાઉન્ડ પર રમવાનો છે.
જેએસસીએ મેનેજમેન્ટનું કહેવું છે કે આ મેચ માટે દર્શકોએ લાઇનમાં ઉભા રહીને જ ટિકિટ લેવી પડશે અને ઓનલાઇન ટિકિટ ઉપલબ્ધ નહીં થાય. મેનેજમેન્ટના આ નિર્ણયથી ક્રિકેટના ચાહકો હતાશ છે કારણ કે તેમણે હવે ટિકિટ માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડશે.
જેએસસીએ મેનેજમેન્ટે ક્રિકેટની ટિકિટનું બ્લેક માર્કેટિંગ રોકવા માટે મહિલા અને પુરુષના જમણા હાથમાં શાહીનું નિશાન કરવાની યોજના પણ બનાવી છે. જેએસસીએ સ્ટેડિયમમાં લગભગ 40 હજાર દર્શકોને બેસાડવાની ક્ષમતા છે. 8 માર્ચે રમાનારી આ મેચ ડે નાઇટ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે