એક્શન ના બદલી હોત તો પુરું થઈ જાત બુમરાહનું બોર્ડ! અચાનક કેમ બદલવી પડી બોલિંગ એક્શન?

Jasprit Bumrah: મેદાન પર ઈજાના કારણે જસપ્રીત બુમરાહ લાંબા સમયથી બ્રેક પર છે. આરામ કરી રહ્યો હતો. જોકે, હવે વર્લ્ડ કપ રમાવવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે બુમરાહ પાછો બુમ પડાવવા માટે મેદાનમાં આવી ચુક્યો છે. જોકે, હવે તમને બુમરાહ અલગ પ્રકારની બોલિંગ એક્શન સાથે મેદાનમાં જોવા મળશે. જાણો કેમ બદલી એક્શન...

એક્શન ના બદલી હોત તો પુરું થઈ જાત બુમરાહનું બોર્ડ! અચાનક કેમ બદલવી પડી બોલિંગ એક્શન?

Jasprit Bumrah News: પોતાની કારકિર્દી બચાવવા માટે આખરે બુમરાહને લેવો પડ્યો મોટો નિર્ણય. બુમરાહને એ કામ પણ કરવું પડ્યું જે એને પસંદ નહોતું, અથવા વર્ષોથી નહોંતો કરવા માંગતો. જાણો શું છે સાચી હકીકત....ટીમ ઈન્ડિયા સહિત વર્લ્ડ ક્રિકેટના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ હાલ ખુબ જ ચર્ચામાં છે. એટલાં માટે કે તેને જે ક્યારેય નહોંતુ કર્યું હાલ તે વસ્તુ તેને કરવી પડી રહી છે. મેદાનમાં આવતા જ અચાનક કેમ બદલાય ગઈ બુમરાહની બોલિંગ સ્ટાઈલ. બુમરાહની બોલિંગ એક્શન ચેન્જ થવા પાછળ છે મોટું કારણ...જાણીને તમે પણ ચોંકી જશો....

લાંબા સમયથી બુમરાહ ઈજાગ્રસ્ત હતો, જેને કારણે તેને લગભગ એક વર્ષ જેટલો સમય ટીમ ઈન્ડિયાથી બહાર રહેવું પડ્યું હતું. આ દરમિયાના ઘણાં મોટા મોટા ટુર્નામેન્ટ પણ તેના હાથમાંથી સરકી ગયાં. ખાસ કરીને સૌથી મોટી વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપનો વર્લ્ડ કપ ખિતાબ પણ ખેલાયો. જેમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં જ્યારે ટીમને બુમરાહની જરૂર હતી ત્યારે આ ખેલાડી ટીમની પાસે નહોતો. તેના પાછળ પણ મોટું કારણ છે.

મેદાન પર ઈજાના કારણે જસપ્રીત બુમરાહ લાંબા સમયથી બ્રેક પર છે. આરામ કરી રહ્યો હતો. જોકે, હવે વર્લ્ડ કપ રમાવવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે બુમરાહ પાછો બુમ પડાવવા માટે મેદાનમાં આવી ચુક્યો છે. જોકે, હવે તમને બુમરાહ અલગ પ્રકારની બોલિંગ એક્શન સાથે મેદાનમાં જોવા મળશે. જસપ્રીત બુમરાહે અચાનક જ આ રીતે બચાવી પોતાની કરિયર. આ અંદરના સમાચારો છે જે જાણીને ફેન્સના હોશ ઉડે જશે. એનસીએના કોચે કહ્યું, 'આયર્લેન્ડ સામે જોવામાં આવ્યું કે તેણે પોતાનો રન અપ બે-ત્રણ સ્ટેપ વધાર્યો. રન-અપની સાથે તેણે પોતાનું ફોલો-થ્રુ પણ વધાર્યું છે. તેણે બોલિંગ એક્શનમાં બહુ બદલાવ કર્યો નથી, પરંતુ લાંબા સમય સુધી પોતાને ઈજાથી બચાવવા માટે નાના સુધારા કર્યા છે.

ઘાતક ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે એક વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં એવું પુનરાગમન કર્યું છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. વાપસી મેચમાં જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એવું બિલકુલ નહોતું લાગ્યું કે આ સ્ટાર ફાસ્ટ બોલર એક વર્ષ પછી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે. જસપ્રીત બુમરાહને ઈજાના કારણે ફરીથી ભારતીય ટીમની જર્સી પહેરવા માટે લાંબી રાહ જોવી પડી હતી, પરંતુ આ ફાસ્ટ બોલરે આયર્લેન્ડ સામેની પ્રથમ T20માં શાનદાર બોલિંગ કરીને પ્રથમ પાંચ બોલમાં 2 વિકેટ ઝડપી હતી.

બુમરાહે આ રીતે બચાવી પોતાની કારકિર્દી-
જસપ્રીત બુમરાહે વ્યક્ત કર્યું છે કે તે આગામી વર્લ્ડ કપમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. આ સમયગાળા દરમિયાન, બુમરાહ વધુ ઈજાને ટાળવા માટે બોલિંગ માટે લાંબા 'રન-અપ' અને લાંબા 'ફોલો થ્રૂ' (બોલ ફેંક્યા પછી શરીરની મૂવમેન્ટ) નો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. જોકે ભારતીય ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટે બુમરાહને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળવાની જરૂર પડશે. જોકે, બુમરાહ તેના શરીર પ્રત્યે વધુ જાગૃત છે અને વધુ સારા મેનેજમેન્ટ સાથે તે ભવિષ્યમાં ત્રણેય ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખી શકે છે.

ચાહકોના હોશ ઉડાવી દેશે આ અંદરની વાત-
આયર્લેન્ડ સામે ચાર ઓવરમાં 24 રન આપીને બે વિકેટ લેનાર બુમરાહને જોવું ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે રાહતના સમાચાર હશે. તેણે બેંગલુરુમાં NCA ખાતે પુનર્વસન (ઈજામાંથી પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા) અને 'રમતમાં પાછા ફરવા' માટે મુશ્કેલ પ્રક્રિયા અપનાવી. એનસીએના એક કોચે કહ્યું, "જો તમે બુમરાહના બોલિંગ વીડિયોને નજીકથી જોશો તો, બુમરાહના 'સ્ટ્રેસ ફ્રેક્ચર' (શરીરમાં એક જગ્યાએ હાડકા પર દબાણને કારણે ફ્રેક્ચર) પહેલા તે પહેલા છથી સાતમાં ઝડપથી ચાલતો હતો. અને પછી તેના સાતમા પગલા પર, બોલિંગ ક્રિઝની નજીક પહોંચીને બોલ ફેંક્યો.

કેમ બદલવી પડી બોલિંગ એક્શન-
જ્યારે બુમરાહને પૂછવામાં આવ્યું કે શા માટે તેનો રન અપ વધારવો પડ્યો, ત્યારે કોચે કહ્યું, "બોલરોને ગતિ વધારવા માટે તેની જરૂર છે. બુમરાહ પહેલા ફાઈટર પ્લેન જેવો હતો. ટૂંકા દોડથી પણ તેની ઝડપ મેળવતો હતો. જો કે, આનાથી તેના ખભા અને પીઠ પર ઘણો તણાવ હતો. તેના રન-અપથી તેને કોઈ સ્પીડ મળી ન હતી, તેથી તેની ઈજા થવાની જ હતી. ઈજામાંથી સાજા થયા બાદ મને લાગે છે કે તેણે પોતાનો રન અપ બે-ત્રણ સ્ટેપ વધાર્યો છે. તેણે તેનું ફોલો-થ્રુ પણ વધાર્યું છે જેથી પીઠ પર ઓછો તણાવ રહે. મને લાગે છે કે તે તેને ભવિષ્યમાં ઈજા થવાથી બચાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news