IPLમાં 71 ખેલાડીઓને ઘરે બેસવાનો આવ્યો વારો, જાણો કઈ ટીમમાંથી કોણ થયું બાહર

આઈપીએલની 8 ટીમ દ્વારા 124 ખેલાડી રિટેન કરવામાં આવ્યા છે અને 71 ખેલાડીને છૂટા કરવામાં આવ્યા છે. છૂટા થયેલા મોટાભાગના ખેલાડીને આવતા મહિને યોજાનારી હરાજીમાં સામેલ કરાશે. 

IPLમાં 71 ખેલાડીઓને ઘરે બેસવાનો આવ્યો વારો, જાણો કઈ ટીમમાંથી કોણ થયું બાહર

નવી દિલ્હીઃ આઈપીએલમાં ટ્રાન્સફર વિન્ડો બંધ થવાની સાથે જ આગામી સીઝન (IPL 2019)ની સ્થિતી સ્પષ્ટ થઈ ગઈ છે. ઈન્ડિયિન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની તમામ 8 ટીમ દ્વારા પોતાના અનેક ખેલાડીઓને ટીમમાંથી બહાર (રિલીઝ) કરી દીધા છે. દિલ્હી ડેરડેવિલ્સે સૌથી વધુ 13 ખેલાડીને બહાર કર્યા છે. ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે 3 ખેલાડી રિલીઝ કર્યા છે, જે અન્ય તમામ ટીમ કરતાં ઓછા છે. 

ઓવરઓલ તમામ ટીમ દ્વારા કુલ 71 ખેલાડીને રિલીઝ કરી દેવાયા છે, એટલે કે તેઓ અત્યારે એક પણ ટીમમાં સામેલ નથી. હવે આગામી હરાજીમાં જો કોઈ ટીમ તેમને ખરીદે તો તેમને રમવાની તક મળી શકે છે. 2019માં આઈપીએલની 12મી સીઝન રમાશે. 

આઈપીએલની આગામી સીઝનની હરાજી શરૂ થતાં પહેલાં તમામ ટીમને ટ્રાન્સફર વિન્ડો અંતર્ગત પોતાનાં ખેલાડીને ટ્રાન્સફર કરવાનો અધિકાર અપાયો હતો. આ ઉપરાંત તેમણે એ પણ નક્કી કરવાનું હતું કે તેઓ કયા ખેલાડીને તેમની ટીમમાં યથાવત રાખશે અને કોને બાહર (રીલીઝ) કરશે. 

ગુરૂવાર (15 નવેમ્બર)ના રોજ ટ્રાન્સફર વિન્ડોની અંતિમ તારીખ હતી. વિન્ડો બંધ થયા બાદ ટીમોની સ્થિતી સ્પષ્ટ થઈ ગઈ છે. આઈપીએલની 8 ટીમ દ્વારા કુલ 124 ખેલાડીને યથાવત રાખવામાં આવ્યા છે, એટલે કે તેમને પોતાની ટીમમાં સામેલ રાખ્યા છે. આ ખેલાડીઓને આવતા મહિને યોજાનારી હરાજીમાં સામેલ કરાશે નહીં. 

જૂઓ કઈ ટીમમાંથી કયો ખેલાડી બાહર થયો અને કયો ખેલાડી રિટેન થયો છે....

ચેન્નઈએ સૌથી વધુ 23 ખેલાડી રિટેન કર્યા 
રિટેન ખેલાડીઃ એમ.એસ. ધોની, સુરેશ રૈના, ફાફ ડૂ-પ્લેસિસ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિશેલ સેન્ટનર, ડેવિડ વિલે, ડ્વેન બ્રાવો, શેન વોટ્સન, લુનગી એનગિડી, ઈમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી રાયડુ, હરભજન સિંહ, દીપક ચાહર, કે.એમ. આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૈરી, એન. જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનુ કુમાર, ચૈતન્ય બિશ્નોઈ. 
બાહર થયેલા ખેલાડીઃ માર્ક વૂડ, કનિષ્ક સેઠ, ક્ષિતિજ શર્મા

Mitchell Starc File 10

(મિશેલ સ્ટાર્ક, ફાઈલ ફોટો)

મુંબઈ ઈન્ડિયન્સે 18 ખેલાડી રિટેન કર્યા
રિટેન ખેલાડીઃ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, આદિત્ય તારે, અનુકુલ રોય, સૂર્યકુમાર યાદવ, મયંક મારકંડે, રાહુલ ચાહર, કિરોન પોલાર્ડ, મિશેલ મેક્લિંઘન, એવિન લુઈસ, બેન કટિંગ, જેસન બેહર્નડોર્ફ, સિદ્ધેશ લોડ, ક્વિન્ટન ડિ. કોક અને એડમ મિલને. 
બાહર થયેલા ખેલાડીઃ જે.પી. ડુમિની, પેટ કમિન્સ, મુસ્તફિઝુર રહેમાન, અકિલા ધનંજય, સૌરભ તિવારી, પ્રદીપ સાંગવાન, શરદ લુંબા, તજિંદર સિંહ ઢિલ્લોં, મોહસિન ખાન, એમ.ડી નિદ્ધેશ

રાજસ્થાન રોયલ્સે 16 ખેલાડિ રિટેન કર્યા
રિટેન ખેલાડીઃ અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર. 
બાહર થયેલા ખેલાડીઃ જયદેવ ઉનડકટ, ડિઆર્સી શોર્ટ, બેન લોફલિન, હેનરિક ક્લાસેન, ડેન પેટરસન, જહીર ખાન, દુષ્મંથા ચમીરા, અનુરીત સિંહ, અંકિત શર્મા, જતિન સક્સેના.

કોલકાતા નાઈટરાઈડર્સે 13 ખેલાડી રિટેન કર્યા 
રિટેન ખેલાડીઃ દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, શુભમન ગિલ, નીતીષ રાણા, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, શિવમ માવી, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણા. 
બાહર થયેલા ખેલાડીઃ મિશેલ સ્ટાર્ક, મિશેલ જોનસન, ટોમ કુરેન, કેમરન ડેલપોર્ટ, જેવન સિયરલેસ, ઈશાંક જગ્ગી, અપૂર્વ વાનખેડે, વિનય કુમાર. 

સનરાઈઝર્સ હૈદરાબાદે 17 ખેલાડી રેટન કર્યા 
રિટેન ખેલાડીઃ ડોવિડ વોર્નર, કેન વિલિયમસન, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ નબી, બસિલ થમ્પી, દીપક હુડ્ડા, મનીષ પાંડે, રિકી ભુઈ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ અહેમદ, યુસુફ પઠાણ, બિલી સ્ટેનલેક.
બાહર થયેલા ખેલાડીઃ રિદ્ધિમાન સાહા, ક્રિસ જોર્ડન, કાલ્રોસ બ્રેથવેઈટ, એલેક્સ હેલ્સ, બિપુલ શર્મા, મેંહદી હસન, સચિન બેબી, તન્મય અગ્રવાલ. 
ટ્રાન્સફરઃ શિખર ધવનને દિલ્હી ટ્રાન્સફર કરાયો. તેના બદલે દિલ્હીના ત્રણ કેલાડી અભિશેષ શર્મા, વિજય શંકર, શાહબાઝ નદીમને ટીમમાં સામેલ કરાયા. 

Gautam Gambhir File 10

(ગૌતમ ગંભીર- ફાઈલ ફોટો) 

દિલ્હી ડેરડેવિલ્સે 14 ખેલાડી રિટેન કર્યા
રિટેન ખેલાડીઃ શ્રેયસ અય્યર, ઋષભ પંત, પૃત્વી શો, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, રાહુલ તેવતિયા, જયંત યાદવ, મંજૂત કાલરા, કોલિન મુનરો, ક્રિસ મોરિસ, કેગિસો રબાડા, સંદીપ લમિછાને, ટ્રેન્ટ બોલ્ટ. 
બાહર થયેલા ખેલાડીઃ ગૌતમ ગંભીર, ગ્લેન મેક્સવેલ, જેસન રોય, જુનિયર ડાલા, લિયામ પ્લેન્કેટ, મોહમ્મદ શમી, સાયન ઘોષ, ડેનિયલ ક્રિસ્ટિયન, ગુરકિરત સિંહ માન, નમન ઓઝા. 
ટ્રાન્સફરઃ પોતાના ત્રણ ખેલાડી અભિશેષ શર્મા, વિજય શંકર અને શાહબાઝ નદીમને હૈદરાબાદ ટ્રાન્સફર કર્યા. તેના બદલે શિખર ધવનને ટીમમાં લીધો. 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 14 ખેલાડી રિટેન કર્યા
રિટેન ખેલાડીઃ વિરાટ કોહલી, એ.બી. ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, પવન નેગી, નાથન કોલ્ટર, મોઈન અલી, મોહમ્મદ સિરાઝ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલવંત ખેજોલિયા. 
બાહર થયેલા ખેલાડીઃ બ્રેન્ડન મેક્કુલમ, કેરી એન્ડરસન, મનદીપ સિંહ, ક્રિસ વોક્સ, સરફરાઝ ખાન. 
ટ્રાન્સફરઃ મંદિપ સિંહને બેંગલુરુમાં ટ્રાન્સફર કર્યો. તેના બદલે માર્ક્સચ સ્ટેઈનિસને લીધો. બેંગલુરુના ક્વિન્ટન ડી. કોકને મુંબઈની ટીમમાં સામેલ કરાયો. 

પંજાબે સૌથી ઓછા 9 ખેલાડી રિટેન કર્યા
રિટેન ખેલાડીઃ લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાઈ, મંયક અગ્રવાલ, અંકિત રાજપૂત, મજીબ-ઉર-રહેમાન, કરૂણ નાયર, ડેવિલ મિલર અને રવિચંદ્રન અશ્વિન. 
બાહર થયેલા ખેલાડીઃ યુવરાજ સિંહ, આરોન ફિન્ચ, અક્ષર પટેલ, મોહિત શર્મા, બરિંદર સરન, બેન દ્વારશૂસ, મનોજ તિવારી, અક્ષદીપ નાથ, પ્રદીપ સાહુ, મયંક ડાગર અને મંજૂર ડાર. 
ટ્રાન્સફરઃ માર્કસ સ્ટોઈનિસને બેંગલુરમાં ટ્રાન્સફર કર્યો. બદલામાં મંદીપ સિંહને પોતાની ટીમમાં સામેલ કર્યો.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news