IPL: ભારત-ઓસિ વચ્ચે સિરીઝ સમાપ્ત, હવે જામશે IPLનો જંગ, આ છે કાર્યક્રમ અને તમામ ટીમો..

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચે ચેન્નઈ અને બેંગલુરૂના મેચની સાથે થઈ જશે. દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યાર સુધી માત્ર 2 સપ્તાહના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 
 

IPL: ભારત-ઓસિ વચ્ચે સિરીઝ સમાપ્ત, હવે જામશે IPLનો જંગ, આ છે કાર્યક્રમ અને તમામ ટીમો..

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી20 અને વનડે સિરીઝની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું છે. હવે દર્શકોની નજર આઈપીએલની 12મી સિઝન પર છે. જ્યાં ભારતીય ખેલાડીઓ વિશ્વકપ પહેલા ટીમમાં સામલે થવા માટે પોતાની જવાબદારી રજૂ કરવાની છે. તેવામાં તેની અસર ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન પર દેખાશે. લોકસભા કાર્યક્રમની પણ જાહેરાત થઈ ગઈ છે. તેથી આ વખતે ટીમો માટે એક હોમગ્રાઉન્ડ રહેશે નહીં. લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા બે સપ્તાહના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.  હવે ઝડપથી સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત થવાની સંભાવના છે. ટૂર્નામેન્ટ 23 માર્ચથી આરસીબી અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચની સાથે શરૂ થશે. ફાઇનલ 12 મેએ રમાશે. આવો જાણીએ શું છે આઈપીએલ 12નો અત્યાર સુધી જાહેર થયેલો કાર્યક્રમ અને ક્યારે રમાશે આ મેચ અને કઈ ટીમમાં છે ક્યા ખેલાડીઓ. 

પ્રથમ બે સપ્તાહનો કાર્યક્રમ નીચે મુજબ છે.
૨૩મી માર્ચ ચેન્નઈ -રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ચેન્નાઈ)
૨૪મી માર્ચ : કોલકાતા નાઇટ રાઇડર્સ-સનરાઈઝ હૈદરાબાદ (કોલકાતા)
૨૪મી માર્ચ : મુંબઈ ઇન્ડિયન્સ-દિલ્હી કેપિટલ્સ (મુંબઈ)
૨૫મી માર્ચ : રાજસ્થાન રોયલ્સ-કિંગ્સ ઇલેવન પંજાબ (જયપુર)
૨૬મી માર્ચ : દિલ્હી કેપિટલ્સ-ચેન્નઈ સુપર કિંગ્સ (દિલ્હી)
૨૭મી માર્ચ : કોલકાતા નાઇટ-કિંગ્સ ઇલેવન પંજાબ (કોલકાતા)
૨૮મી માર્ચ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-મુંબઈ ઇન્ડિયન્સ (બેંગ્લોર)
૨૯મી માર્ચ : સનરાઈઝ હૈદરાબાદ-રાજસ્થાન રોયલ્સ (હૈદરાબાદ)
૩૦મી માર્ચ : કિંગ્સ ઇલેવન પંજાબ-મુંબઈ ઇન્ડિયન્સ (મોહાલી)
૩૦મી માર્ચ : દિલ્હી કેપિટલ્સ-કોલકતા નાઇટ રાઇડર્સ (દિલ્હી)
૩૧મી માર્ચ : સનરાઈઝર્સ હૈદરાબાદ-રોયલ ચેલેન્જર્સ (હૈદરાબાદ)
૩૧મી માર્ચ : ચેન્નઈ સુપર-રાજસ્થાન રોયલ્સ (ચેન્નાઈ)
પહેલી એપ્રિલ : કિંગ્સ ઇલેવન પંજાબ-દિલ્હી કેપિટલ્સ (મોહાલી)
બીજી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (જયપુર)
ત્રીજી એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-ચેન્નાઈ સુપર (મુંબઈ)
ચોથી એપ્રિલ : દિલ્હી કેપિટલ-સનરાઈઝ હૈદરાબાદ (દિલ્હી)
પાંચમી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ-કોલકાતા નાઇટ રાઇડર્સ (બેંગ્લોર)

આછે આઈપીએલ 2019ની તમામ ટીમો
મુંબઈ ઈન્ડિયનઃ 

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ક્રુણાલ પંડ્યા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મયંક માર્કંડેય, રાહુલ ચહર, અનુકૂલ રોય, સિદ્ધેશ લાડ, આદિત્ય તારે, ક્વિન્ટન ડી કોક, એવિન લુઇસ, કિરોન પોલાર્ડ, બેન કટિંગ, મિચેલ મૈક્લેનેઘન, એડન મિલ્ટન, જેસન બેહરેનડોર્ફ, યુવરાજ સિંહ, અનમોતપ્રીત સિંહ, લસિથ મલિંગા, બરિન્દર સરન, પંકજ જૈસવાલ, રસિખ ડાર અને જયંત યાદવ. 

કોલકત્તા નાઇટ રાઇડર્સ
દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, પીયૂષ ચાવલા, પ્રસિદ્ધ કૃષ્ણા, શિવમ માવી, કુલદીપ યાદવ, નીતિશ રાણા, કમલેશ નાગરકોટી, રિંકુ સિંહ, નિખિલ નાઇક, પૃથ્વી રાજ યાર્રા, શ્રીકાંત મુંડે, ક્રિસ લિન, સુનીલ નરેન, આંદ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, લોકી ફર્ગ્યુસન, એનરિચ નોર્ચ, બૈરી ગર્ની, જો ડેનલી. 

દિલ્હી કેપિટલ્સ
શ્રેયસ અય્યર, રિષભ પંત, અમિત મિશ્રા, ક્રિસ મોરિસ, આવેશ ખાન, હર્ષલ પટેલ, રાહુલ તેવતિયા, મનજોત કાલરા, કોલિન મુનરો, કગિસો રબાડા, સંદીપ લામિચાને, ટ્રેન્ટ બોલ્ટ, હનુમા વિહારી, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, અંકુશ બેંસ, નાથૂ સિંહ, કોલિન ઇન્ગ્રામ, શેરફેન રદરફોર્ડ, કીમો પોલ, જલજ સક્સેના, પૃથ્વી શો, શિખર ધવન અને બંદારૂ અયપ્પા. 

ચેન્નઈ સુપર કિંગ્સ
એમએસ ધોની, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિચેલ સેન્ટનર, ડેવિડ વિલી, ડ્વેન બ્રાવો, શેન વોટસન, લુંગી એન્ગિડી, ઇમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, હરભજન સિંહ, દીપક ચહર, કે એમ આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૌરી, એન જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનૂ કુમાર, ચૈતન્ય વિશ્નોઇ, મોહિત શર્મા, ઋૃતુરાજ ગાયકવાડ. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોર
વિરાટ કોહલી, એ.બી. ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, પવન નેગી,  નાથન કોલ્ટર, મોઈન અલી, મોહમ્મદ સિરાઝ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, નવદીપ સૈની,  કુલવંત ખેજોલિયા, માર્ક્સચ સ્ટેઈનિસ
સિમરોન હેટમેયર, ગુરકિરત માન, શરફરાઝ ખાન, શિવમ દુબે, હેનરિચ ક્લાકેન, હિમંત સિંહ, મિલિંદ કુમાર, પ્રાસ રાય બર્મન, અક્ષદીપ નાથ. 

કિંગ્સ ઇલેવન પંજાબ
લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાઈ, મંયક અગ્રવાલ, અંકિત રાજપૂત, મજીબ-ઉર-રહેમાન, કરૂણ  નાયર, ડેવિલ મિલર અને રવિચંદ્રન અશ્વિન,  મંદીપ સિંહ, મોરિસ હેનરીકેસ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, સેમ કરન, હરદુ, વિઝલોન, અક્ષદીપ નાથ, દર્શન નલકાંડે, પ્રભસિમરન સિંહ, અગ્નિવેશ આયાચી, હરપ્રીત બરાર, મુર્ગન અશ્વિન.

સનરાઇઝર્સ હૈદરાબાદ
ડોવિડ વોર્નર, કેન વિલિયમસન, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ  નબી, બસિલ થમ્પી, દીપક હુડ્ડા, મનીષ પાંડે, રિકી ભુઈ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ  અહેમદ, યુસુફ પઠાણ, બિલી સ્ટેનલેક, અભિશેષ શર્મા, વિજય શંકર,  શાહબાઝ નદીમ, જોની બેયરસ્ટો, રિદ્ધિમાન સાહા, માર્ટિન ગુપ્ટિલ. 

રાજસ્થાન રોયલ્સઃ
અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા  ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ  ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર,  જયદેવ ઉનડકટ, વરૂન આરોન, ઓશાને થોમસ, શશાંક સિંહ, લીમ લિવિન્ગસ્ટોને, શુભમ રંજાના, મનન વોહરા, અશ્ટોન ટર્નર, રિયાન પરાગ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news