IPL 2021 પર આ દિગ્ગજની ભવિષ્યવાણી, કહ્યું- કોણ બનશે ચેમ્પિયન; CSK માટે ખરાબ સમાચાર
ઇન્ડિયન પ્રિમિયર લીગની (IPL 2021) 14 મી સિઝનની શરૂઆતમાં થોડા જ દિવસો બાકી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 9 એપ્રિલના મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને RCB વચ્ચે મેચથી થશે
Trending Photos
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગની (IPL 2021) 14 મી સિઝનની શરૂઆતમાં થોડા જ દિવસો બાકી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 9 એપ્રિલના મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને RCB વચ્ચે મેચથી થશે. મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) પાંચ વખત આઇપીએલની ટ્રોફી જીતી ચુકી છે. આઇપીએલની (IPL) ગત બે સિઝન તેમના નામે રહી છે. તે સતત ત્રીજ વખત ટ્રોફી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ત્યારે RCB, પંજાબ લાયન્સ (Punjab Lions) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) જેવી ટીમોની નજર પ્રથમ વખત ટ્રોફી જીતવા પર રહેશે. રાજસ્થાન રોયલ્સની (Rajasthan Royals) વાત કરીએ તો તે 2008 બાદથી ખિતાબ પર કબજો જમાવી શકી નથી. કેકેઆર (KKR) 2014 અને સનરાઈઝ હૈદરાબાદ (Sunrisers Hyderabad) 2016 બાદ ચેમ્પિયન બની શકી નથી. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 2020 ની સિઝન ભૂલી આ વખતે પોતાનું દમદાર પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરશે.
આઇપીએલ 2021 ના ચેમ્પિનય કોણ હશે તે સમય નક્કી કરશે. પરંતુ ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે મુંબઇ ઇન્ડિયન્સ પર દાવ લગાવ્યો છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, આ વખતે સિઝનમાં કઇ ટીમ કયા સ્થાન પર રહેશે. સ્કોટ સ્ટાયરિસના જણાવ્યા અનુસાર બીજા સ્થાન પર દિલ્હી કેપિટલ્સની ટીમ રહેશે. ત્યારે ત્રીજા સ્થાન પર પંજાબ કિંગ્સની રહેવાની આશા છે.
ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડના જણાવ્યા અનુસાર, ચોથા સ્થાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ રહી શકે છે. સ્કોટ સ્ટાયરિસે કહ્યું કે, પાંચમાં સ્થાન પર વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી RCB અને છઠ્ઠા સ્થાન પર સંજૂ સેમસનના નેતૃત્વવાળી રાજસ્થાન રોયલ્સ રહી શકે છે.
Let's try this
WAY TOO EARLY POWER RANKINGS @IPL 2021
1- @mipaltan
2- @DelhiCapitals
3- @PunjabKingsIPL (auction👍)
4- @SunRisers
5- @RCBTweets
6- @rajasthanroyals (Morris fitness/archer back quickly.Maybe ⬆️)
7- @KKRiders (batting worries)
8- @ChennaiIPL
Thoughts
— Scott Styris (@scottbstyris) April 2, 2021
સ્કોટ સ્ટાયરિસની ભવિષ્યવાણીમાં કેકેઆર અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર છે. કેકેઆર સાતમાં સ્થાન પર અને ચેન્નાઈ સુપર કિંગ્સ આઠમાં સ્થાન પર જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે