Police તરીકેની ઓળખ આપી યુવકને ઘરમાં ઘુસી મકાન ખાલી કરવાની આપી ધમકી અને પછી...

સૉફ્ટવેર એન્જીનિયરનાં ઘરમાં ઘુસી જઇ પોલીસની ઓળખ આપીને મકાન માલિકને મકાન ખાલી કરી નાખવાની ધમકી આપતા ઘરના સભ્યો ગભરાયા હતા.

Police તરીકેની ઓળખ આપી યુવકને ઘરમાં ઘુસી મકાન ખાલી કરવાની આપી ધમકી અને પછી...

મૌલિક ધામેચા, અમદાવાદ:  શહેરના ગોતા (Gota) વિસ્તારમાં રહેતા એક સોફ્ટવેર એન્જીનિયરે સોલા (Sola) પોલીસ સ્ટેશનમાં પોલીસ (Police) બની ઘરે ધમકી આપવા આવેલા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને  પોલીસની ખોટી ઓળખ આપીને મકાન ખાલી કરી નાખવાની ધમકી આપ્યા ની જાણ થતાં જ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ (Ahmedabad) ના ગોતા વિસ્તારમાં રહેતા એક યુવકને મકાન ખાલી કરાવવાના ઇરાદે  ધમકી આપવામાં આવી. જોકે આ શખ્સ પોલીસ હોવાનો દમ મારતા  CCTV ફૂટેજમાં પણ નજરે પડ્યો હતો. આ શખ્શ સૉફ્ટવેર એન્જીનિયરનાં ઘરમાં ઘુસી જઇ પોલીસની ઓળખ આપીને મકાન માલિકને મકાન ખાલી કરી નાખવાની ધમકી આપતા ઘરના સભ્યો ગભરાયા હતા. બાદમાં માં માલુમ પડ્યું કે આ શખ્સનું નામ ઉમેશ કથીરિયા છે. અને તે ફરિયાદીના પત્નીનો મિત્ર હોઈ ઉપરાણું લઈને મહિલાના પતીને ઘર છોડી જવા માટે ધમકી આપી ગયો હતો.

ગોતા વિસ્તારમાં રહેતા ફરિયાદી હિતેશ પટેલ (Hitesh Patel) ની અને તેમના પરિવાર વિરુદ્ધ તાજેતરમાં જ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જમીન મિલકતનો કેસ કરવામાં આવ્યો છે. જેમાં કોર્ટે હિતેશ પટેલના વિરુદ્ધની અરજી અંગેની ઇન્ક્વાયરી રદ કરી નાખી હતી. તે છતાય હિતેશની પત્ની ધ્વારા અવારનવાર આવા કૃત્યો રચવામાં આવતા હતા. 

જોકે કંટાળેલા પતીએ પોતાની પત્ની અને તેના મિત્ર કે જેમણે પોલીસને રોફ બતાડ્યો હતો તે શખ્શ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news