IPL 2021: શું આ વખતે સાકાર થશે વિરાટ કોહલીનું સપનું? જાણો શું છે RCB નું X ફેક્ટર

IPL 2021ની પહેલી મેચમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર પોતાના અભિયાનની શરૂઆત રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે 9 એપ્રિલે કરશે.

  • રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પહેલી મેચ

    વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં RCBને પહેલા ટાઈટલનો ઈંતઝાર

    2020માં સારી શરૂઆત બાદ ટીમનું નિરાશાજનક પ્રદર્શન

    ​શું 2021માં RCB પહેલા ટાઈટલનો દુકાળ પૂરો કરશે?

Trending Photos

IPL 2021: શું આ વખતે સાકાર થશે વિરાટ કોહલીનું સપનું? જાણો શું છે RCB નું X ફેક્ટર

ઝી બ્યૂરો, અમદાવાદઃ અનેક ધરખમ ખેલાડીઓ હોવા છતાં પણ અત્યાર સુધી ટાઈટલથી વંચિત રહેલી રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરની ટીમ કેટલાંક નવા ખેલાડીઓના સમાવેશથી ઉત્સાહિત છે. અને યોગ્ય કોમ્બિનેશન બનાવીને આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPl)માં ચેમ્પિયન બનવાનો લાંબો ઈંતઝાર ખત્મ કરવા ઈચ્છે છે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમમાં મિસ્ટર 360 એબી ડિવિલિયર્સ જેવો દિગ્ગજ બેટ્સમેન પણ છે. પરંતુ ટીમ આ બંને પર જરૂરિયાત કરતાં વધારે નિર્ભર રહી અને એવામાં ટીમ ક્યારેય સંતુલન બનાવી શકી નહીં.

કયા નવા ખેલાડીઓની થઈ એન્ટ્રી:
હવે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર કાઈલી જેમિસન (Kyle Jamieson) જેવા ખેલાડીઓના જોડાવાથી ટીમ કોમ્બિનેશન સ્થાપિત કરવાની સ્થિતિમાં જોવા મળી રહી છે. છેલ્લી વખતે UAEમાં RCBએ સારી શરૂઆત કરી હતી. પરંતુ આખરે તેમની ટીમ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ અને સતત પાંચ મેચ ગુમાવવાથી એલિમિનિટેરમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે  આ વખતે ટીમ મેનેજમેન્ટે હરાજી પહેલાં 10 ખેલાડીઓને રિલીઝ કરીને પોતાની બેટિંગ અને બોલિંગને મજબૂત કરવા પર ધ્યાન આપ્યું છે.

બેટિંગ છે મજબૂત:
RCBની બેટિંગ ઘણી મજબૂત જોવા મળી રહી છે. રન મશીન વિરાટ કોહલી (Virat Kohli)નો આઈપીએલ (IPL)માં શાનદાર રેકોર્ડ રહ્યો છે. કોહલી પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે તે ઈનિંગ્સની શરૂઆત કરશે. તેની સાથે બીજા છેડે દેવદત્ત પડિક્કલ હશે. જેણે 2020ની સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હાલ શાનદાર ફોર્મમાં પણ છે. ત્યારબાદ યુવા વિકેટકિપર બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammed Azharuddeen) અને ન્યૂઝીલેન્ડનો ફિન એલન (Finn Allen) ઝડપથી રન બનાવવામાં સક્ષમ છે. જ્યારે એબી ડિવિલિયર્સ (AB de Villiers) અને મેક્સવેલ (Glenn Maxwell) જેવા અનુભવી ખેલાડી મિડલ ઓર્ડરને સંભાળશે. સચિન બેબી (Sachin Baby), ડેનિયલ ક્રિસ્ટિયન (Dan Christian) અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar) જેવા બેટ્સમેન બેટિંગ લાઈનઅપને મજબૂતી આપશે.

સ્પિન X ફેક્ટર:
RCBનું મજબૂત પાસું તેનો સ્પિન વિભાગ પણ છે. RCBએ મોટાભાગની મેચ ચેન્નઈ અને અમદાવાદની પીચ પર રમવાની છે. એવામાં આઈપીએલ (IPL)માં હંમેશા સફળ  યુઝર્વેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) તેના માટે તુરુપનો એક્કો સાબિત થશે. વોશિંગ્ટન સુંદર (Washington Sundar) છેલ્લી સિઝનની જેમ ફરી એકવાર પાવર પ્લેમાં જવાબદારી સંભાળી શકે છે. મેક્સવેલ સ્પિન વિભાગમાં એક સારો વિકલ્પ છે. જ્યારે જરૂરિયાત પડે તો એડમ ઝામ્પા (Adam Zampa) ને અંતિમ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.

આ છે ટીમની નબળાઈ:
કાઈલી જેમિસન (Kyle Jamieson)ના જોડાવા છતાં પણ RCBનું ઝડપી બોલિંગ આક્રમણ નબળું જોવા મળે છે. નવદીપ સૈની (Navdeep Saini) અને મોહમ્મદ સિરાઝ (Mohammed Siraj) ને સફેદ બોલથી બોલિંગનો અનુભવ છે અને તે અવારનવાર રન આપી દે છે. કાઈલી જેમિસન (Kyle Jamieson) પણ ટી-20માં સંઘર્ષ રે છે અને તેને ભારતમાં રમવાનો અનુભવ નથી. ઝડપી બોલિંગમાં હર્ષલ પટેલ, ઓસ્ટ્રેલિયાઈ ત્રિપુટી ક્રિસ્ટિયન, ડેનિયલ સેમ્સ અને કેન રિચાર્ડસન અન્ય વિકલ્પ છે.

આ ખેલાડીઓ પર રહેશે નજર:
આ સ્થિતિમાં RCBના બેટ્સમેનોએ વધારે જવાબદારી ઉઠાવવી પડશે. તેમની પાસે ડિવિલિયર્સ અને મેક્સવેલ જેવા બિગ હિટર છે. મેક્સવેલના ફોર્મ પર બધાની નજર રહેશે. જો તે કોહલી અને ડિવિલિયર્સની સાથે મળીને પોતાનું સંપૂર્ણ યોગદાન આપે છે  તો આ ત્રિપુટી કોઈપણ ટીમ માટે સૌથી મોટો ખતરો બની જશે.

RCBની ટીમ આ પ્રમાણે છે:
વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, દેવદત્ત પડિક્કલ, યુઝર્વેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ, કેન રિચાર્ડસન, વોશિંગ્ટન સુંદર, પવન દેશપાંડે, ફિન એલન, શાહબાઝ અહમદ, નવદીપ સૈની, એડમ ઝામ્પા, કાઈલી જેમિસન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, સચિન બેબી, મોહમ્મદ અઝહરુદ્દીન, ડેનિયલ ક્રિશ્વિયન, કેએસ ભરત, સુયશ પ્રભુદેસાઈ, ડેનિયલ સેમ્સ, હર્ષલ પટેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news