IPL 2022 શરૂ થતાં પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને ઝટકો, આ ખેલાડી થઈ શકે છે બહાર!

ચેન્નાઈ સુપર કિંગ્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની શરૂઆત પહેલા જ ઝટકો લાગી શકે છે. દીપક ચહર ઈજાના કારણે આઈપીએલના મોટાભાગના ભાગમાંથી બહાર થઈ શકે છે.

IPL 2022 શરૂ થતાં પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને ઝટકો, આ ખેલાડી થઈ શકે છે બહાર!

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની શરૂઆત પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહર ઈજાના કારણે આઈપીએલના મોટાભાગના ભાગમાંથી બહાર થઈ શકે છે. દીપક ચહરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ હવે તે આ આઈપીએલમાં પોતાની સેવાઓ આપી શકશે નહીં.

ESPN ના રિપોર્ટ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સના દીપક ચહર IPL ની શરૂઆતની મેચોમાં ભાગ લઈ શકશે નહીં. જો શક્ય હોય તો દીપક ચહર IPL ના છેલ્લા ભાગમાં ટીમમાં વાપસી કરી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં દીપક ચહર ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે મેદાનની બહાર ગયો હતો. તે પછી દીપક ચહરે શ્રીલંકા સામેની શ્રેણીમાં ભાગ લીધો ન હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં દીપક ચહરને લઈને નેશનલ ક્રિકેટ એકેડમીના રિપોર્ટની રાહ જોઈ રહી છે. દીપક અત્યારે બેંગ્લોરમાં છે અને ત્યાં તેનું રિહેબ ચાલી રહ્યું છે. 29 વર્ષીય દીપક ચહર IPL 2022 મેગા ઓક્શનમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હતો, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

દીપક ચહરે છેલ્લા કેટલાક સમયથી ઓલરાઉન્ડર તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લી ત્રણ વનડેમાં દીપક ચહરે 69*, 54 અને 38 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે દીપક ચહરની આ ઈનિંગ્સ એવા સમયે આવી જ્યારે ટીમ ઈન્ડિયાને તેની સૌથી વધુ જરૂર હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news