સ્કૂલમાંથી તગેડાયો, લોકોએ ફટકાર્યો છતાં બન્યો IPL નો સૌથી મોંઘો ખેલાડી! જાણો 'બિહારના બહાદુર'ની કહાની

IPL 2022 Mega Auction : વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન શનિવારે IPL-15માં 15 કરોડ 25 લાખમાં બિડ થવા સાથે આજે સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. આ અગાઉ રૂપિયા 6.20 કરોડની બોલી લગાવવામાં આવી હતી. એક સમયે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચુકેલા પટનાના ઈશાન કિશનનું બાળપણ ક્રિકેટને લીધે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

સ્કૂલમાંથી તગેડાયો, લોકોએ ફટકાર્યો છતાં બન્યો IPL નો સૌથી મોંઘો ખેલાડી! જાણો 'બિહારના બહાદુર'ની કહાની

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી અને બિહારની શાન ગણાતા ઈશાન કિશનને મોટી લોટરી લાગી છે! જીહાં એની લોટરી જ કહી શકાય. હાલ ચાલી રહેલાં આઈપીએલ 2022 ના મેગા ઓક્શનમાં તેનો સૌથી વધારે પૈસા આપીને ખરીદી લેવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને તગડી રકમ આપીને ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે જ તે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે.

વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન શનિવારે IPL-15માં 15 કરોડ 25 લાખમાં બિડ થવા સાથે આજે સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. આ અગાઉ રૂપિયા 6.20 કરોડની બોલી લગાવવામાં આવી હતી. એક સમયે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચુકેલા પટનાના ઈશાન કિશનનું બાળપણ ક્રિકેટને લીધે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેણે ક્રિકેટની સાથે પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો હતો.

રાહુલ દ્રવિડે બનાવી કરિયરઃ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હાલના હેડ કોચ રાહુલ દ્રવિડે ઘણાં યુવા ખેલાડીઓને જિંદગી બનાવી દીધી છે. જેમાંથી ઈશાન કિશન પણ બાકાત નથી. ધોની અને સચિનને પોતાના આદર્શ માનનારો ઈશાન જ્યારે અંડર-19માં હતો ક્યારે રાહુલ દ્રવિડના કોચિંગમાં ક્રિકેટના નિયમો બારીકાઈથી શીખતો હતો. અને ત્યારબાદ તેની સ્કિલ જોઈને તેને અંડર-19ની ટીમ ઈન્ડિયા કેપ્ટનશીપ પણ શોંપવામાં આવી. પટના સ્થિત બેલી રોડ રોડના આશિયાનામાં 7 વર્ષની ઉંમરમાં બેટ પકડનાર ઈશાન ખૂબ જ સારો વિકેટકીપર બેટ્સમેન છે. તે ઝારખંડ તરફથી રણજી રમતો હતો. ઈશાનનું ટેલેન્ટ કોચ અને ટીમ ઈન્ડિયાના ભૂતપુર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં નિખર્યું હતું અને અંડર-19 ટીમની કેપ્ટનશીપની તક મળી ત્યાર બાદ તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું.

એક વખત ઈશાન કિશનને પબ્લિકે મારવા લીધોઃ
એક વખત પટનામાં ઈશાનની કારથી એક ઓટોને ટક્કર વાગી ગઈ હતી. ત્યારબાદ ઘટના સ્થળે રહેલા લોકોએ ઈશાનની ઓળખ કરી ન હતી અને ભીડે જ તેની સાથે મારઝૂડ કરી હતી. જોકે બાદમાં ઘટના સ્થળે પહોંચ્યા બાદ કંકડબાગ પોલીસે તેને છોડી દીધો હતો.

ધોકા ટીચવાને કારણે સ્કૂલમાં તગેડાયેલોઃ
ઈશાન પટનાની દિલ્હી પલ્બિક સ્કૂલનો વિદ્યાર્થી હતો. તે સમયે ક્રિકેટ પ્રત્યે તેનું એટલું જૂનુન હતું કે તે અભ્યાસ અંગે ધ્યાન આપી શકતા ન હતા. તેમના આ જૂનુનને પગલે અભ્યાસમાં પાછળ પડી ગયો હતો, ત્યારબાદ તેને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. સીધા શબ્દોમાં કહીએ તો આખો દિવસ મેદાનમાં ધોકા ટીચવા જવાને કારણે આ ભાઈને સ્કૂલમાંથી ઘરે તગેડી મુકવામાં આવ્યાં હતાં. જોકે, આ છોકરાએ ક્રિકેટની રમતને જ પોતાનું જીવન બનાવવાનું મનમાં જ નક્કી કરી લીધું હતું. તનતોડ મહેનત કરી અને આજે પરિણામ તમારી સામે છેકે, આઈપીએલના ઓક્શનમાં તેને સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદવામાં આવ્યો છે.

મોટાભાઈએ ઈશાન માટે ક્રિકેટ કરિયર છોડી દીધીઃ
આ વાત 15 વર્ષ અગાઉની છે. સ્કૂલ ગેમ ફેડરેશનની બિહાર ટીમ મુંબઈ રમવા માટે ગઈ હતી. આ ટીમમાં બે ભાઈની પસંદગી થઈ હતી. મોટાભાઈ ઓપનર હતો માટે પ્રદર્શન કરી શક્યો. જ્યારે નાના ભાઈને કોઈ તક મળી નહીં. નાના ભાઈને થોડી નિરાશા થઈ, પણ આ નિરાશાને મોટાભાઈએ બાદમાં ક્રિકેટ છોડી દૂર કરી લીધી.

સચિન જેવી જ કહાનીઃ
સચિન તેંડુલકરને ક્રિકેટર બનાવવામાં સૌથી મોટો ફાળો તેના મોટાભાઈ અજીત તેંડુલકરનો છે. એજ પ્રકારે ઈશાન કિશનને પણ ઈન્ડિયન ક્રિકેટ ટીમ સુધી પહોંચાડવામાં તેના મોટાભાઈ રાજ કિશનનો મોટો ફાળો છે.ઈશાન કિશનની ઉંમર 9 વર્ષ હતી. રાજ કિશન પણ ક્રિકેટનો સારો ખેલાડી હતો. રાજ કિશને જણાવ્યું કે બન્ને ભાઈ ક્રિકેટ રમતા હતા, જોકે નાના ભાઈનું ક્રિકેટ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પણ હતું. વધારે સારું કરવાની ક્ષમતા હતી. માટે, નાના ભાઈ ઈશાનને આગળ વધારવાનું નક્કી કરેલું. જ્યારે પોતે અભ્યાસમાં આગળ વધ્યો. રાજ અને ઈશાન વચ્ચે ત્યાગ અને મિત્રતાની મિશાન છે. મોટાભાઈ રાજ કિશન ડોક્ટર અને નાનો ભાઈ ઈશાન દેશ માટે ક્રિકેટ રમે છે. રાજ કિશન પણ સ્ટેટ લેવલ પર ક્રિકેટ રમી ચુક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news