હવે MS Dhoni નું અધૂરું રહેલું સપનું પુરું કરશે આ 3 ઘાતક ખેલાડી, CSK ને અપાવશે 5મી IPL ટ્રોફી!

આ વર્ષે ટીમની કમાન રવીન્દ્ર જાડેજાના હાથોમાં છે. સીએસકેની ટીમમાં ઘણા મેચ વિનર્સ ખેલાડીઓ સામેલ છે, જે ખુબ જ ઓછા બોલમાં આખી મેચ પલટાવી નાંખવાની ક્ષમતા ધરાવે છે. ચેન્નાઈ ટીમમાં ત્રણ ખેલાડી એવા છે, જે ટીમને પાંચમી ટ્રોફી અપાવી શકે છે. આવો જાણીએ, આ ખેલાડીઓ વિશે....

હવે MS Dhoni નું અધૂરું રહેલું સપનું પુરું કરશે આ 3 ઘાતક ખેલાડી, CSK ને અપાવશે 5મી IPL ટ્રોફી!

નવી દિલ્હી: આજથી આઈપીએલની નવી સીઝન શરૂ થનાર છે. ત્યારે સીએસકે અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે પહેલી મેચ રમાશે. સીએસકેની ટીમ આઈપીએલના ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક માનવામાં આવે છે. મહેન્દ્રસિંહ ધોનીની કરિશ્માઈ કેપ્ટનશીપમાં ટીમે ચાર વખત આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે. આ વર્ષે ટીમની કમાન રવીન્દ્ર જાડેજાના હાથોમાં છે. સીએસકેની ટીમમાં ઘણા મેચ વિનર્સ ખેલાડીઓ સામેલ છે, જે ખુબ જ ઓછા બોલમાં આખી મેચ પલટાવી નાંખવાની ક્ષમતા ધરાવે છે. ચેન્નાઈ ટીમમાં ત્રણ ખેલાડી એવા છે, જે ટીમને પાંચમી ટ્રોફી અપાવી શકે છે. આવો જાણીએ, આ ખેલાડીઓ વિશે....

1. ઋતુરાજ ગાયકવાડ
ઋતુરાજ ગાયકવાડને ખુબ જ વિસ્ફોટક બેટર માનવામાં આવે છે. ઋતુરાજ ગાયકવાડે ઓપનિંગ કરીને સીએસકેની ટીમને પોતાના દમે અનેક વખત મેચ જીતાડી છે. તેમના તરકશમાં દરેક એવા તીર છે, જે વિરોધી ટીમને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવતા હોય. છેલ્લી બે આઈપીએલ સીઝનમાં ઋતુરાજ ગાયકવાડે પોતાનું નામ સમગ્ર દુનિયામાં કમાવી લીધું છે. તેમના બેટના અવાજથી વિરોધી ટીમના બોલર્સ ડરે છે. ઋતુરાજ ગાયકવાડે આઈપીએલ 2021માં પોતાની રમતના કારણે તમામ પ્રશંસકોના દીલ જીતી લીધા હતા. તેમણે ચેન્નાઈ સુપર કિંગ માટે ધાંસૂ બેટિંગ કરીને 14 મેચમાં 636 રન જોડ્યા છે. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા.

2. રવીન્દ્ર જાડેજા
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટશીપ છોડ્યા બાદ રવીન્દ્ર જાડેજાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વર્ષે જાડેજા પર ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારી હશે. રવીન્દ્ર જાડેજા સીએસકે ટીમ માટે ત્રિશુલની જેમ છે, જે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં બિલ્કુલ ફીટ બેસે છે. જાડેજાની બોલિંગનો કોઈ તોડ નથી, તેમના સ્પિનના જાદૂની વિરોધી ટીમોને સારી રીતે ખબર છે કે અમારી ટીમનું સત્યનાશ વાળી શકે છે. જાડેજાની બોલિંગમાં રન બનાવવા સરળ નથી. તે પોતાની ચાર ઓવર ખુબ જ જલ્દી પુરી કરી નાંખે છે. ડેથ ઓવર્સમાં તે વિસ્ફોટક બેટિંગ પણ કરે છે. તેનો નજારો આપણે ગત વર્ષે યોજાયેલી આઈપીએલ સીઝનમાં જોઈ ચૂક્યા છે. જ્યાં જાડેજાએ હર્ષલ પટેલની એક ઓવરમાં 37 રન બનાવ્યા હતા. મેદાન પર ફિલ્ડિંગમાં પણ તેમની ચંપળતા જોવા મળે છે.

3. દીપક ચાહર
ચેન્નાઈ સુપર કિંગે અનેક આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. દીપક ચાહર સીએસકે માટે રમે છે અને ટીમમાં તેનું પ્રદર્શન આપણે બધાએ જોયું છે. ચાહર અનેક વખત પોતાની ઘાતક બોલિંગનું ઉદાહરણ બતાવી ચૂક્યો છે. જ્યારે પણ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને વિકેટની જરૂરિયાત રહે છે, ત્યારે બોલ દીપક ચાહરના બોલમાં આપે છે અને દીપક ચાહર પોતાની ધારદાર બોલિંગના સહારે કરી પણ દેખાડે છે. ભારતીયો પિચો પર દીપક ચાહરે વિરોધી ટીમો પર ખુબ કહેર વરસાવ્યો છે. ચાહરે આઈપીએલની કુલ 69 મેચમાં 59 વિકેટ લીધી છે. તેની ધારદાર બોલિંગને રમવી બેટ્સમેનો માટે લોખંડના ચણા ચાવવા જેવી વાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news