IPL 2023: આઈપીએલ હજી શરૂ પણ નહિ થયું, અને આ ખેલાડી માટે આવ્યા ખરાબ સમાચાર
IPL 2023: આઈપીએલ હજી સુધી શરૂ થઈ નથી, પરંતું તે પહેલા જ ઈજાગ્રસ્ત ખેલાડીઓએ ટીમનું ટેન્શન વધારી દીધું છે. અનેક ટીમના પ્લેયર્સ એક બાદ એક ઈજાગ્રસ્ત બની રહ્યાં છે... આ વચ્ચે લખનઉં સુપર જાયન્ટ્સના ફેન્સ અને ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે
Trending Photos
Lucknow Super Giants: આઈપીએલ હજી સુધી શરૂ થયુ પણ નથી, તેની તૈયારીઓ ચાલી રહી છે, તે પહેલા જ ઈજાગ્રસ્ત પ્લેયર્સે ફ્રેન્ચાઈઝી ટીમનું ટેન્શન વધારી દીધું છે. અનેક ટીમના પ્લેયર એક બાદ એક ઈજાગ્રસ્ત થઈ રહ્યાં છે. આ વચ્ચે લખનઉ સુપર જાયન્ટ્સના ફેન્સ અને ટીમ બંને માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના એક યુવા ક્રિકેટર ઈજાગ્રસ્ત હોવાથી તકલીફમાં છે. હજી તેઓ ઈજામાંથી ઉભર્યા નથી. આવામાં આ પ્લેયરના આઈપીએલ રમવા પર સસ્પેન્સ બન્યું છે.
આ ધાસું પ્લેયર નહિ રમે આઈપીએલ 2023
ગત વર્ષના ટુર્નામેન્ટમાં પોતાના શાનદારી પ્રદર્શનથી ફેન્સને પ્રભાવિત કરનારા યુવા ક્રિકેટર મોહસીન ખાન હાલ ઈજાગ્રસ્ત છે. જેને કારણે તેમના આઈપીએલ રમવા પર સસ્પેન્સ બન્યું છે. ક્રિકબઝની માહિતી અનુસાર, લખનઉ ફ્રેન્ચાઈઝીએ તેમના રમવા કે ન રમવા પર હાલ કોઈ નિવેદન આપ્યું નથી. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા મોહસીને 9 મેચ રમ્યા છે, અને 14 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે, આ વખતે તેઓ ઈજાગ્રસ્ત છે. તેથી તેમના આઈપીએલ રમવા પર હજી સુધી સસ્પેન્સ રાખવામા આવ્યું છે.
દિલ્હી સામે કરી હતી બોલિંગ
ઉત્તર પ્રદેશના આ બોલરે આઈપીએલ 2022 માં પાવરપ્લેમાં જોરદાર બોલિંગ કર્યુ હતું. 6 થી પણ ઓછા ઈકોનમી રેટથી રન ખર્ચ્યા હતા. દિલ્હીની વિરુદ્ધ ગેમ-ચેન્જિંગ સ્પૈલ નાઁખીને પોતાની આઈપીએલ કરિયરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. મોહસીન ખાને દિલ્હીની વિરુદ્ધ 16 રન બનાવીને ચાર મહત્વપૂર્ણ વિકેટ લીધા છે.
દિલ્હી કેપિટલ્સ સામે પહેલી મેચ
કેએલ રાહુલની કપ્તાની વાળી લખનઉ સુપર જાયન્ટ્સ આઈપીએલ 2023 માં પોતાની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ ગેમ 1 એપ્રિલના રોજ થશે. આઈપીએલ 2022 માં લખનઉનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. ટીમે પ્લેઓફમાં ક્વોલિફાઈ કર્યું હતું, પરંતું ખિતાબ જીતવામાં અસફળ રહી હતી. આવામાં ટીમની નજર સારું પ્રદર્શન કરવામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે