IPL 2024: હરાજીમાં જેની થઈ હતી 'ઘોર બેઈજ્જતી', પસ્તાઈ રહી હતી પ્રીતિ ઝિન્ટા! તેણે જ બચાવી પંજાબ ટીમની લાજ

એવું કહેવાતું હોય છે કે ખોટો સિક્કો પણ ક્યારેક એવો જબરદસ્ત કામ આવતો હોય છે...એવું કઈક ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે જોવા મળ્યું. ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024ની 17મી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ જેમાં શશાંક સિંહ પોતાની ટીમ માટે એવું પરફોર્મ કર્યું અને લાજ બચાવી જે યાદગાર ઈનિંગમાં સામેલ થઈ ગઈ.

IPL 2024: હરાજીમાં જેની થઈ હતી 'ઘોર બેઈજ્જતી', પસ્તાઈ રહી હતી પ્રીતિ ઝિન્ટા! તેણે જ બચાવી પંજાબ ટીમની લાજ

એવું કહેવાતું હોય છે કે ખોટો સિક્કો પણ ક્યારેક એવો જબરદસ્ત કામ આવતો હોય છે...એવું કઈક ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે જોવા મળ્યું. ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024ની 17મી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ જેમાં શશાંક સિંહ પોતાની ટીમ માટે એવું પરફોર્મ કર્યું અને લાજ બચાવી જે યાદગાર ઈનિંગમાં સામેલ થઈ ગઈ. જો તમને યાદ હોય તો આ એ જ શશાંક સિંહ છે જેને પહેલા તો પંજાબની ટીમમાં ઓક્શનમાં લઈ લીધો હતો અને પછી રાખવામાં આનાકાની કરવામાં આવી હતી. હવે એ જ ખેલાડીએ આવા 'ઘોર અપમાન' સહન કરીને મેદાન પર તેનું સાટું વાળી દીધુ છે. એક નિશ્ચિત હાર પર ઊભેલી ટીમને જીતને બારણે પહોંચાડી દીધી. ગુજરાત વિરુદ્ધ શશાંકે 29 બોલમાં ધૂંઆધાર 61 રનની અણનમ ઈનિંગ ખેલી. 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. તેની આ ઈનિંગની મદદથીજ પંજાબે ગુજરાત સામે જીત મેળવી. 

શું થયું હતું હરાજીમાં?
વાત જાણે એમ છે કે આઈપીએલ 2024 માટે જ્યારે હરાજી થઈ રહી હતી ત્યારે પંજાબ કિંગ્સ શશાંક નામના એક ખેલાડીને લઈને અસમંજસમાં મૂકાઈ ગયું હતું. પંજાબની ટીમ 19 વર્ષના શશાંકને ખરીદવા માંગતી હતી પરંતુ ઓક્શનમાં તેણે 32 વર્ષના શશાંક પર બોલી લગાવી દીધી હતી. પંજાબે છત્તીસગઢના આ ખેલાડીને ખરીદી તો લીધો પરંતુ ત્યારબાદ ફ્રેન્ચાઈઝીએ તેને લેવાનો ઈન્કાર કરી દીધો કે તે ખરીદવા ઈચ્છતી નહતી પરંતુ એકવાર બોલી લાગી ગયા બાદ હવે ટીમે તેને પોતાની સાથે રાખવાનો નિર્ણય લીધો અને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા પણ કરી. 

— shashank singh (@shashank2191) December 20, 2023

ગુજરાતના ખાંટૂ બોલરોના ધજાગરા
ગુજરાત વિરુધ્ધ મેચમાં જે રાશિદ ખાન અને નૂર અહમદ સામે પંજાબના બેટ્સમેન ઘૂંટણિયે પડી રહ્યા હતા તેમની બોલિંગના શશાંક સિંહે ધજાગરા ઉડાવી દીધા. મેચમાં ગુજરાતની ટીમે પંજાબ સામે 200 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમની શરૂઆત ખુબ ખરાબ  રહી. કેપ્ટન ધવન 1 રન કરીને આઉટ થઈ ગયો. ટોપ ઓર્ડરના બાકી બેટ્સમેન પણ કઈ ખાસ ઉકાળી શક્યા નહીં. જો કે મેચમાં પ્રભસિમરન સિંહે 35 રનનું મહત્વનું યોગદાન ચોક્કસ આપ્યું પરંતુ તે પણ ટીમને મઝધારમાં મૂકી આઉટ થઈ ગયો. પણ છઠ્ઠા નંબરે બેટિંગ પર ઉતરેલા શશાંકે મોરચો સંભાળ્યો. જેવો તેવો નહીં એવો મોરચો સંભાળ્યો કે ગુજરાતની ટીમ જીતતા જીતતા હારી ગઈ. 

શશાંકની સાથે સાથે આશુતોષ શર્માએ પણ મહત્વનું યોગદાન આપ્યું અને નીચલા ક્રમે આવીને પણ 31 રન બનાવી ટીમને જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ રીતે પંજાબે એક બોલ બાકી હતો અને જીત મેળવી. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news