પોર્ટુગલમાં ટુરિસ્ટ બસ પલટી જતા 28 લોકોના દર્દનાક મોત, અનેક ઘાયલ 

પોર્ટુગલના મેડિરા દ્વિપમાં એક પર્યટક બસ દુર્ઘટનાગ્રસ્ત થતા 28 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

Viral Raval Viral Raval | Updated: Apr 18, 2019, 08:05 AM IST
પોર્ટુગલમાં ટુરિસ્ટ બસ પલટી જતા 28 લોકોના દર્દનાક મોત, અનેક ઘાયલ 
તસવીર- Reuters

લિસ્બન: પોર્ટુગલના મેડિરા દ્વિપમાં એક પર્યટક બસ દુર્ઘટનાગ્રસ્ત થતા 28 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. પોર્ટુગલના સરકારી રેડિયો અને ટેલિવિઝન મુજબ મેડિરા દ્વીપ પર આ અકસ્માત બુધવારે મોડી રાતે થયો. 

ડિયારિયો ડી નોટિસિયાસ અખબારના જણાવ્યાં મુજબ મૃતકોમાં 11 પુરુષો અને 17 મહિલાઓ સામેલ છે. અખબારે જણાવ્યું કે આ તમામ લોકો જર્મન નાગરિકો હતાં. આ દુર્ઘટનામાં બસનો ચાલક અને ગાઈડ પણ ઘાયલ હોવાની જાણકારી મળી છે. 

જુઓ LIVE TV

પર્યટક બસ દુર્ઘટનાગ્રસ્ત થવાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. જો કે હજુ સુધી એ જાણકારી મળી નથી કે આખરે આ બસ અકસ્માત સર્જાયો કેવી રીતે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...