IPL 2019 : શું કામ નથી મળી રહ્યો વન ડે મેચોમાં રમવાનો મોકો ? ઇશાંત શર્માએ ખોલ્યું રહસ્ય
ઇશાંતે કરિયરમાં 80 વન ડે મેચ રમી છે
Trending Photos
નવી દિલ્હી : અનુભવી ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ શનિવારે નિવેદન આપ્યું છે તે વન ડે ટીમમાં પોતાની જગ્યા નથી બનાવી શકતો કારણ કે ભારતીય ક્રિકેટમાં એવી ઇમેજ બની ગઈ છે કે તે ટેસ્ટ મેચનો બોલર છે. ઇશાંતે પોતાની કરિયરમાં 80 વન ડે મેચ રમી છે અને સૌથી છેલ્લે એ ત્રણ વર્ષ પહેલાં વન ડે મેચ રમતો જોવા મળ્યો હતો. ત્રીસ વર્ષના આ બોલરે અત્યાર સુધી 90 ટેસ્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે પણ તેને પોતાને ટેસ્ટ એક્સપર્ટ તરીકે ઓળખાવું પસંદ નથી.
આઇપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સના એક મીડિયા સેશન દરમિયાન ઇશાંતે કહ્યું હતું કે હું માનું છું કે મારી ઇમેજને કારણે મારો સમાવેશ મર્યાદિત ઓવરની ટીમમાં નથી થતો. મને ખબર નથી કે આવા વિચાર ક્યાંથી આવ્યા છે. લિસ્ટ એ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાની સરેરાશ 50થી પણ વધારે છે અને તેના પર પણ ટેસ્ટ વિશેષજ્ઞનો ઠપ્પો લાગેલો છે. આ સંજોગોમાં ચેતેશ્વર પુજારાને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ટેસ્ટ મેચોમાં 267 વિકેટ લેનાર ઇશાંત શર્માએ કહ્યું છે કે જો કોઈ લાલ બોલથી સારી બોલિંગ કરી શકે છે તો કોઈ પણ ફોર્મેટમાં રમી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે