સ્માર્ટફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરો આ ગેમ્સ, Google એ પ્લે સ્ટોરમાંથી દૂર કરી 200 ગેમ

ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલા એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ફોનમાં પણ એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે તો આ સમાચાર જરૂર ધ્યાનથી વાંચો. એંડ્રોઇડના આટલી મોટી સંખ્યામાં યૂજર્સ હોવાછતાં પણ આ પ્લેટફોર્મ પુરી સુરી સુરક્ષિત નથી. થોડા દિવસો પહેલાં ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી વાઇરસ ફેલાવનાર 22 એપને દૂર કરી કરી હતી. એકવાર ફરી સિક્યોરિટી રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે મોબાઇલ એપમાં માલવેર અને એડવેયર છુપાયેલો છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઇન્ટના અનુસાર આ એપ્સને 15 કરોડથી વધુ યૂજર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.
સ્માર્ટફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરો આ ગેમ્સ, Google એ પ્લે સ્ટોરમાંથી દૂર કરી 200 ગેમ

નવી દિલ્હી: ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલા એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ફોનમાં પણ એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે તો આ સમાચાર જરૂર ધ્યાનથી વાંચો. એંડ્રોઇડના આટલી મોટી સંખ્યામાં યૂજર્સ હોવાછતાં પણ આ પ્લેટફોર્મ પુરી સુરી સુરક્ષિત નથી. થોડા દિવસો પહેલાં ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી વાઇરસ ફેલાવનાર 22 એપને દૂર કરી કરી હતી. એકવાર ફરી સિક્યોરિટી રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે મોબાઇલ એપમાં માલવેર અને એડવેયર છુપાયેલો છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઇન્ટના અનુસાર આ એપ્સને 15 કરોડથી વધુ યૂજર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.

200થી વધુ એપ પર અસર પડી
માલવેર ડબલ સિમબેડ (Dubbed SimBad)એ એડ સર્વિસિંગ પ્લેટફોર્મના ફોર્મેટમાં 200થી વધુ એપ પર અસર કરી છે. સિક્યોરિટી રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે આ એપને ડેવલોપ કરનારા ડેવલોપરે શોધી કાઢ્યું છે કે તેમણે એપમાં શું છુપાયેલું છે. આ માલવેરમાં ગૂગલ સ્કેનિંગ સિસ્ટમને છેતરવાની ક્ષમતા છે. તો ટેક ક્રંચનું કહેવું છે કે એકવાર આ માલવેર તમારા ફોનમાં ઇસ્ટોલ થયા બાદ એપના આઇકોનને પણ હટાવી શકે છે અને ફોનના બેકગ્રાઉન્ડમાં રન કરશે. 

સિક્યોરિટી રિસર્ચરે ગૂગલને આપી યાદી
એટલું જ માલવેર કમાંડ અને કંટ્રોલ સર્વર પરથી ઇંસ્ટ્રકશન મળ્યા બાદ બેકગ્રાઉન્ડમાં વેબ એડ્રેસ રન કરીને એડ બતાવી શકે છે ખોટી રીતે રેવન્યુ જનરેટ કરી શકે છે. સિક્યોરિટી રિસર્ચરે તેનાથી પ્રભાવિત થનાર એપની યાદી ગૂગલને આપી છે. તેમછતાં ગૂગલે આ બધી એપને પ્લેટ સ્ટોરમાંથી હટાવી દીધી છે. ગૂગલ દ્વાઆ આ એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવા છતાં યૂજરના ફોનમાં હજુ ઉપલબ્ધ છે. એક રિપોર્ટ અનુસાર ટોપ 10 ડાઉનલોડ થનાર ગેમને લગભગ 55 લાખ યૂજર્સે ડાઉનલોડ કરી છે. તેમાં સ્નો હૈવી એક્સાવેટર સિમુલેટર, હોવરબોર્ડ રેસિંગ અને રિયલ ટ્રેક્ટર ફાર્મિંગ સિમુલેટર જેવી એપ મુખ્યરૂપથી સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news