નીરજ ચોપડાએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ, તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, જુઓ Video

World Athletics Championship 2023: રવિવારે 27 ઓગસ્ટના રોજ નીરજ ચોપડાએ બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જેવલિન થ્રો એટલે કે ભાલાફેંકની ફાઈનલમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચી નાખ્યો. નીરજે 88.17 મીટરના થ્રો સાથે પોતાની કરિયરમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશીપનો ગોલ્ડ મેડલ જીતી લીધો. આ ફક્ત નીરજની કરિયરનો જ નહીં પરંતુ ભારતના ઈતિહાસમાં પણ એથલેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપનો પહેલો ગોલ્ડ મેડલ હતો.

નીરજ ચોપડાએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ, તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, જુઓ Video

ભારતના જેવલિન સ્ટારે એ કરી બતાવ્યું કે જે દેશના ઈતિહાસમાં પહેલા ક્યારેય થયું નહતું. સાત વર્ષ પહેલા જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતવાનો જે સિલસિલો ચાલુ થયો તેને નિરજ ચોપડાએ બુડાપેસ્ટમાં સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાની સાથે જ ચરમ પર પહોંચાડી દીધો. નીરજ ચોપડાની એ ઐતિહાસિક દહાડ જોવા મળી, જેણે ઓલિમ્પિકમાં પોતાનો જલવો દેખાડ્યો હતો અને તે તેમની ઓળખ બની ગઈ. નીરજની સાથે જ આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું. 

રવિવારે 27 ઓગસ્ટના રોજ નીરજ ચોપડાએ બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જેવલિન થ્રો એટલે કે ભાલાફેંકની ફાઈનલમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચી નાખ્યો. નીરજે 88.17 મીટરના થ્રો સાથે પોતાની કરિયરમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશીપનો ગોલ્ડ મેડલ જીતી લીધો. આ ફક્ત નીરજની કરિયરનો જ નહીં પરંતુ ભારતના ઈતિહાસમાં પણ એથલેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપનો પહેલો ગોલ્ડ મેડલ હતો. આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ જીતનારા તેઓ પહેલા ભારતીય એથલીટ પણ બની ગયા. 

નીરજની દહાડથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું
નીરજ શરૂઆતથી જ ખિતાબ માટે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા હતા. પરંતુ તેમની શરૂઆત સારી રહી નહીં. પોતાના પહેલા પ્રયત્નમાં નીરજે ફાઉલ કર્યો હતો. ફાઈનલમાં ભાગ લઈ રહેલા 12 થ્રોઅરમાં તેઓ એકમાત્ર હતા જે  કોઈ અંતર હાંસલ કરી શક્યા નહીં અને સૌથી  છેલ્લા સ્થાને હતા પરંતુ એક કોશિશમાં જે હારી જાય તે કઈ નીરજ ચોપડા થોડી હોય. 25 વર્ષના ભારતીય સ્ટારે બીજા જ થ્રોમાં અન્ય 11 ફાઈનલિસ્ટને એવા પાછળ છોડ્યા કે પછી કોઈ તેમની આગળ નીકળી શક્યા નહીં. 

Neeraj Chopra becomes 1st 🇮🇳 athlete to win a gold medal at the #WorldAthleticsChampionships 😍

— JioCinema (@JioCinema) August 27, 2023

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજે પોતાના બીજા પ્રયત્નમાં ભાલો એવો ફેંક્યો કે તે પછી બીજા કોઈ તેમના સુધી પહોંચી શક્યું નહીં. નીરજે થ્રો પૂરો કરતા જ દર્શકો તરફ વળીને જોરદાર દહાડ લગાવી અને પછી હવામાં હાથ ઉઠાવ્યો. બિલકુલ એ જ રીતે જે રીતે તેમણે ઓલિમ્પિક ફાઈનલમાં કર્યું હતું. નીરજની આ દહાડે ફાઈનલ જોઈ રહેલા હજારો દર્શકોમાં જાણે વીજળી જેવી સ્ફૂર્તિ ભરી દીધી અને દરેક જણ પોતાની જગ્યા પર ઊભા રહીને તાળીઓ પાડી રહ્યા હતા. 

બિલકુલ ટોક્યો ઓલિમ્પિકની જેમ નીરજની આ દહાડ એ જણાવવા માટે પૂરતી હતી કે તેમણે સૌથી દમદાર થ્રો કર્યો છે. એ જ થયું. નીરજનો ફેંકેલો ભાલો 88.17 મીટર દૂર જઈને પડ્યો. આમ તો આ ક્વોલિફાઈંગમાં તેમના 88.77 મીટરના થ્રોથી ઓછો હતો પરંતુ નીરજને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માટે પૂરતો હતો. ત્યારબાદ આગામી 4 પ્રયત્નમાં નીરજ પોતે પણ તેને પાર કરી શક્યા નહીં. અન્યનો તો સવાલ જ નહતા. આ રીતે નીરજે પોતાની કરિયરમાં એક વધુ પ્રસિદ્ધિ મેળવી લીધી અને ભારતને મળ્યો પહેલો વર્લ્ડ ચેમ્પિયન. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news