ટેનિસઃ મેડિસન કીઝને હરાવીને પ્લિસ્કોવાએ બ્રિસબેનમાં ટાઇટલ જીત્યું
ચેક ગણરાજ્યની ટેનિસ પ્લેયર પ્લિસ્કોવાએ બે કલાક સુધી ચાલેલી ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝને 6-4, 4-6, 7-5થી હરાવી અને બ્રિસબેન આંતરરાષ્ટ્રીયનું ટાઇટલ જીતી લીધું છે.
Trending Photos
બ્રિસબેનઃ ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવાએ (Karolina Pliskova) રવિવારે બ્રિસબેન આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટની (Brisbane International title)ફાઇનલમાં મેડિસન કીઝને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં જીત હાસિલ કરી છે. આ રીતે વિશ્વની બીજા નંબરની ખેલાડી માટે આગામી સપ્તાહે શરૂ થનારા ઓસ્ટ્રેલિયન ઓપન માટે સારા સમાચાર છે.
પ્લિસ્કોવાએ બે કલાક સુધી ચાલેલા મુકાબલામાં મેડિસન કીઝને 6-4, 4-6, 7-5થી હરાવી હતી. પૂર્વ નંબર એક ખેલાડીએ અત્યાર સુધી એકપણ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું નથી, પરંતુ તે પાછલા વર્ષે મેલબોર્નમાં સેમિફાઇનલ સુધી પહોંચી હતી.
સેરેનાએ 2017 બાદ જીત્યું પ્રથમ ટાઇટલ, દાન કરી ઈનામની રકમ
પાછલા વર્ષે મેલબોર્નમાં ફાઇનલમાં નાઓમી ઓસાકાએ પ્લિસ્કોવાને હરાવીને તેનું સપનું તોડી દીધું હતું. શનિવારે તેણે ઓસાકાને ત્રણ કલાક સુધી ચાલેલી મેરાથોન ફાઇનલમાં હરાવી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે