'83': રણવીરે પહેલા સુનીલ ગાવસ્કર તો હવે શ્રીકાંતનું પોસ્ટર કર્યું શેર

1983ના ક્રિકેટ વિશ્વકપમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ફાઇનલ મેચમાં કૃષ્ણમાચારી શ્રીકાંતે સૌથી વધુ સ્કોર કર્યો હતો. સાઉથ સ્ટાર જીવા હવે મોટા પડદા પર કૃષ્ણમાચારી શ્રીકાંતની રમત દેખાડવા આવી રહ્યાં છે. 

Updated By: Jan 12, 2020, 06:41 PM IST
'83': રણવીરે પહેલા સુનીલ ગાવસ્કર તો હવે શ્રીકાંતનું પોસ્ટર કર્યું શેર

નવી દિલ્હીઃ બોલીવુડના ટેલેન્ટેડ અભિનેતા રણવીર સિંહ પોતાની આવનારી ફિલ્મ '83'ને લઈને ખુબ ઉત્સાહિત છે. કબીર ખાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે. આ સિવાય ફિલ્મમાં 1983માં ક્રિકેટ વિશ્વકપમાં ટીમના સભ્યો રહેલા ટીમના અન્ય સભ્યોની ભૂમિકા ભજવી રહેલા અભિનેતાઓના પોસ્ટર રણવીર સિંહ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. 

રણવીર સિંહે રવિવારે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ફિલ્મનું એક નવુ પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મમાં કૃષ્ણમાચારી શ્રીકાંતનો રોલ પ્લે કરી રહેલા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જીવા નજર આવી રહ્યાં છે. આ પહેલા શનિવારે અભિનેતાએ સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં જોવા મળનારા તાહિર રાજ ભસીનનું પોસ્ટર શેર કર્યું હતું. 

મહત્વનું છે કે 1983ના ક્રિકેટ વિશ્વકપમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ફાઇનલ મેચમાં કૃષ્ણમાચારી શ્રીકાંતે સૌથી વધુ સ્કોર કર્યો હતો. સાઉથ સ્ટાર જીવા હવે મોટા પડદા પર કૃષ્ણમાચારી શ્રીકાંતની રમત દેખાડવા આવી રહ્યાં છે. 

ફિલ્મ 1983માં ક્રિકેટ વિશ્વકપમાં થયેલી ભારતની જીતની વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમી ભાટિયા બનશે. ફિલ્મમાં રણવીર સિંહ સિવાય શાકિબ સલીમ, આર બદ્રી, હાર્ડી સંધૂ, ચિરાગ પાટિલ, પંકજ ત્રિપાઠી, અમ્મી વિર્ક અને સાહિલ ખટ્ટર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube