TikTok પર વીડિઓ બનાવવો પડી શકે છે ભારે, આ એપથી યૂઝરોને છે ખતરો

ભારતમાં આશરે 30 કરોડ યૂઝરો ટિકટોક ડાઉનલોડ કરી ચુક્યા છે. 

TikTok પર વીડિઓ બનાવવો પડી શકે છે ભારે, આ એપથી યૂઝરોને છે ખતરો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ભારતમાં ટિકટોક (TikTok) નામની મોબાઇલ એપ્લિકેશન ધૂમ મચાવી રહી છે. આશરે 30 કરોડ ભારતીય યૂઝર તેને ડાઉનલોડ કરી ચુક્યા છે. તો તેના વિશ્વભરમાં યૂઝર 130 કરોડથી વધુ છે. માત્ર 2019માં જ 20 કરોડ ભારતીયોએ તેને પોતાના ફોનમાં ડાઉનલોડ કરી છે. રિપોર્ટ્સ અનુસાર, પોતાનો વીડિઓ બનાવવા માટે કામ આવનારી આ એપ્લિકેશન યૂઝરો માટે ખતરો પણ સાબિત થઈ શકે છે. 

સાઇબરસિક્યોરિટી ફર્મ ચેક પ્વાઇન્ટના રિપોર્ટ્ અનુસાર, ટિકટોકમાં કેટલિક એવી ખામી છે, જેનાથી હેકરો તેના એકાઉન્ટને કંટ્રોલ કરી શકે છે. સાથે વીડિઓમાં રહેલા ડેટાની હેરફેર પણ કરી શકે છે. 

પોર્ન અને હિંસાને પ્રોત્સાહન
ટિકટોક 2015માં બજારમાં આવ્યું અને ત્યારબાદથી ચર્ચામાં રહ્યું છે. થોડા મહિના પહેલા મદ્રાસ હાઈકોર્ટે તેને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે પોર્ન અને બાળકોમાં હિંસા પ્રોત્સાહન આપે છે. 

15 સેકન્ડનો વીડિઓ
ટિકટોક પર 15 સેકન્ડનો વીડિઓ અપલોડ કરવામાં આવે છે, જેમાં અલગ-અલગ ગીત, અવાજો અને ડાયલોગને લોકો પસંદ કરીને બેકગ્રાઉન્ડ પર લગાવે છે. 

સાઇબર એક્સપર્ટ અમિત દુબેએ જણાવ્યું, રિપોર્ટ્સમાં જે ખામીઓ છે, તે હાલ દૂર કરી લેવામાં આવી છે. પરંતુ તેના માટે યૂઝરે મોબાઇલ એપને અપટેડ રાખવી જરૂરી છે. બાકી આ એપ્લિકેશનના માધ્યમથી હેકરો તમારી વ્યક્તિગત જાણકારી, જેમ કે ઇમેલ એડ્રેસ અને ફોન નંબર સુધી પહોંચી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news