જે કામ શેન વોર્ન જેવો દિગ્ગજ બોલર ન કરી શક્યો તે ભારતના કુલદીપે કરી બતાવ્યું

ટ્રેન્ટ બ્રિજમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી વનડે મેચમાં જીત વિરાટ કોહલીની ટીમને મળી પરંતુ આ જીતનો સૌથી મોટો હીરો જો કોઈ રહ્યો હોય તો તે છે કુલદીપ યાદવ.

જે કામ શેન વોર્ન જેવો દિગ્ગજ બોલર ન કરી શક્યો તે ભારતના કુલદીપે કરી બતાવ્યું

નવી દિલ્હી: ટ્રેન્ટ બ્રિજમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી વનડે મેચમાં જીત વિરાટ કોહલીની ટીમને મળી પરંતુ આ જીતનો સૌથી મોટો હીરો જો કોઈ રહ્યો હોય તો તે છે કુલદીપ યાદવ. આ યુવા લેફ્ટ આર્મ સ્પીનરે વનડે ક્રિકેટમાં સ્પિનની એક નવી વ્યાખ્યા લખી નાખી. છેલ્લી આફ્રીકાની ધરતી પર કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જબરદસ્ત સ્પીન કૌશલ દર્શાવીને આફ્રીકી ટીમને તેમના જ ઘરમાં ધોબીપછાડ આપી હતી. આ વખતે લાગે છે કે ઈંગ્લેન્ડનો વારો છે. 

પહેલી વનડેમાં કુલદીપ યાદવે ઈંગ્લેન્ડની એવી કમર તોડી કે તેમની ટીમ છેલ્લે સુધી બહાર આવી શકી નહી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 25 રન આપીને 6 વિકેટ લીધી. આમ ઈંગ્લેન્ડની ધરતી પર વનડે ક્રિકેટમાં 6 વિકેટ લેનારો તે દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો. 

આ અગાઉ ઈંગ્લેન્ડની ધરતી પર 6 વિકેટ લેવાનું કારનામું કોઈ સ્પિનર કરી શક્યો નથી. જેટલા પણ બોલરોએ ઈંગ્લેન્ડની ધરતી પર 6 વિકેટ લીધી તે ફાસ્ટ બોલરો જ હતાં. ઈંગ્લેન્ડમાં સૌથી સારી બોલિંગ કરવાના મામલે કુલદીપ ચોથા નંબરે છે. પહેલા નંબરે પાકિસ્તાનનો બોલર વકાર યુનુસ છે. તેણે લીડ્સમાં 10 ઓવરમાં 36 રન આપીને 7 વિકેટ લીધી હતી. 

આ રેકોર્ડ બનાવનાર પહેલો લેફ્ટ આર્મ સ્પીનર
ઈંગ્લેન્ડને પોતાની આંગળી પર નચાવનાર કુલદીપ યાદવ દુનિયાનો પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે. જેણે 25 રન આપીને 6 વિકેટ લીધી. આ અગાઉ કોઈ પણ લેફ્ટ આર્મ સ્પીનર દ્વારા સૌથી સારી બોલિંગનો રેકોર્ડ મુરલી કાર્તિકનો હતો. તેણે 2007માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 27 રન આપીને 6 વિકેટ લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news