INDWvsENGW: ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે મહિલા ટીમ જાહેરત, કલ્પનાની વાપસી, મિતાલીને કમાન

ભારતીય મહિલા ટીમ આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ હેઠળ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચોની વનડે સિરીઝ રમશે. પ્રથમ વનડે મેચ 22 ફેબ્રુઆરીએ રમાશે. 

INDWvsENGW: ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે મહિલા ટીમ જાહેરત, કલ્પનાની વાપસી, મિતાલીને કમાન

મુંબઈઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં રવિ કલ્પનાની વાપસી થઈ છે. કલ્પનાએ ત્રણ વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચો આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ બેઠળ રમાશે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શનિવાર (9 ફેબ્રુઆરી)એ મહિલા ટીમની જાહેરાત કરી હતી. તેમાં કલ્પનાની વાપસી થઈ છે. આ વિકેટકીપરે પોતાની અંતિમ વનડે 19 ફેબ્રુઆરી 2016માં રમી હતી. 22 વર્ષની કલ્પના સાત વનડે રમી ચુરી છે. તેને ડાયનાલ હેમલતાના સ્થાન પર ટીમમાં જગ્યા આપવામાં આવી છે. 

ડાયનાલ હેમલતાનો ન્યૂઝીલેન્ડનો પ્રવાસ સારો રહ્યો નથી. ટીમમાં આ સિવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સિરીઝની ત્રણેય મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે બીજી મેચ 25 અને ત્રીજી મેચ 28 ફેબ્રુઆરીએ રમાશે. 

અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ સિરીઝ પહેલા 18 ફેબ્રુઆરીથી રમાનારી પ્રેક્ટિસ મેચ માટે બોર્ડ અધ્યક્ષ ઇલેવનની જાહેરાત પણ કરી દીધી છે. આ ટીમની કમાન સ્મૃતિ મંધાનાને આપવામાં આવી છે. વેદા કૃષ્ણામૂર્તિને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. વનડે ટીમમાંથી વેદા બહાર છે. તેવામાં આ મેચ તેને પોતાને સાબિત કરવાની તક હશે. 

વનડે સિરીઝ માટે મહિલા ટીમઃ મિતાલી રાજ (કેપ્ટન), ઝુલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગેજ, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા, તાન્યા ભાટિયા (વિકેટકીપર), રવિ કલ્પના (વિકેટકીપર), મોના મેશ્રામ, એકતા બિષ્ટ, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, શિખા પાંડે, માનસી જોશી, પૂનમ રાઉત. 

બોર્ડ અધ્યક્ષ ઇલેવનઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), વેદા કૃષ્ણામૂર્તિ, દેવિકા વૈદ્ય, એસ મેઘના, ભારતી ફુલમાની, કોમલ ઝાંજડ, રવિ કલ્પના, પ્રિયા પુનિયા, હર્લિન દેયોલ, રીનાલક્ષ્મી ઇક્કા, મનાલી દક્ષીણિ, મિન્નુ માની, તનુજા કંવર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news