T20 World Cup: ભારતીય ફેન્સ માટે ખુશખબર, ટી20 વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે આ બોલર
T20 World Cup 2022: ભારતીય ટીમ ટી20 વિશ્વકપ રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર બોલર ફિટ થઈ ગયો છે અને તે જલદી ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે.
Trending Photos
નવી દિલ્હીઃ Team India For T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. ટી20 વિશ્વકપ 2022 પહેલા ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર બોલર ફિટ થઈ ગયો છે. આ ખેલાડી જલદી ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. આ બોલરને ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ રમવાની તક મળી શકે છે.
જલદી ઓસ્ટ્રેલિયા રવાના થશે આ ખેલાડી
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાને કારણે ટી20 વિશ્વકપ રમી શકવાનો નથી. પરંતુ આ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે ખુશખબર સામે આવી છે. ઇનસાઇડ સ્પોર્ટના રિપોર્ટ પ્રમાણે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) એ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા સિરીઝ પહેલા કોરોનાથી સંક્રમિત થયો હતો, પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે.
બુમરાહની જગ્યાએ મળી શકે છે તક
બીસીસીઆઈ જલદી ટી20 વિશ્વકપ 2022 માટે કોઈ અન્ય બોલરને બુમરાહની જગ્યાએ ટીમમાં સામેલ કરશે. મોહમ્મદ શમી પણ આ રેસમાં સામેલ છે. નોંધનીય છે કે મોહમ્મદ શમી પાછલા વર્ષે રમાયેલા ટી20 વિશ્વકપમાં પણ ટીમ ઈન્ડિયાનો સભ્ય હતો. પરંતુ શમી છેલ્લા એક વર્ષથી કોઈ ટી20 મેચ રમ્યો નથી. મોહમ્મદ શમીએ ભારત માટે અત્યાર સુધી કુલ 17 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 18 વિકેટ ઝડપી છે.
ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડી- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચાહર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે