World Cup 2019 INDvsNZ: સેમિફાઇનલમાં ભારતનો કારમો પરાજય, હાથમાં આવેલી બાજી ગુમાવી

આઈસીસી વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

World Cup 2019 INDvsNZ: સેમિફાઇનલમાં ભારતનો કારમો પરાજય, હાથમાં આવેલી બાજી ગુમાવી

માન્ચેસ્ટરઃઆઈસીસી વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે ભારતની વિશ્વકપ જીતવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જાડેજાએ 77 અને ધોનીએ 50 રન બનાવ્યા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરીએ ત્રણ, બોલ્ટ અને સેન્ટનરે બે-બે વિકેટ ઝડપી હતી. હવે ન્યૂઝીલેન્ડનો ફાઇનલમાં મુકાબલો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર મેન હેનરીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ધોની-જાડેજા વચ્ચે 100 રનની ભાગીદારી
ભારતીય ટીમે 92 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રવીન્દ્ર જાડેજા અને એમએસ ધોનીએ શાનદાર બેટિંગ કરી હતી. બંન્નેએ 90 બોલમાં 100 રનની ભાગીદારી પૂરી કરી હતી. જાડેજાએ 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જાડેજા 59 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 77 રન બનાવી આઉટ થયો હતો. એમએસ ધોની 72 બોલમાં 50 રન બનાવી રનઆઉટ થયો હતો. બંન્નેએ સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. 

પ્રથમ ત્રણ ખેલાડી એક રન બનાવી આઉટ
રોહિત શર્મા 1 રન બનાવી મેટ હેનરીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી (1)ને ટ્રેન્ટ બોલ્ટે LBW આઉટ કર્યો હતો. કેએલ રાહુલ (1) રન બનાવી મેટ હેનરીની ઓવરમાં વિકેટકીપર ટોમ લાથમને કેચ આપી બેઠો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 10 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય સેન્ટરને 10 ઓવરમાં 34 રન આપીને બે તથા બોલ્ટે 10 ઓવરમાં 42 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

રિષભ પંત-હાર્દિક પંડ્યાએ બનાવ્યા 32-32 રન
ભારતે 24 રન પર ચાર વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ 47 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 71 રન હતો ત્યારે રિષભ પંત 32 રન બનાવી આઉટ થયો હતો. પંતે 56 બોલમાં 4 બાઉન્ડ્રી ફટકારી હતી. હાર્દિક પંડ્યા પણ 62 બોલમમાં 32 રન બનાવી આઉટ થયો હતો. બંન્નેને રિષભ પંતે આઉટ કર્યાં હતા.  

પાવરપ્લેમાં ભારતનો ખરાબ રેકોર્ડ
વિશ્વ કપ 2019મા ટીમ ઈન્ડિયાનો આ સૌથી ખરાબ સ્કોર છે. ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ વિશ્વ કપ 2019મા કોઈપણ ટીમ દ્વારા પ્રથમ પાવરપ્લેમાં બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ પાવરપ્લેમાં ન માત્ર 4 વિકેટ ગુમાવી પરંતુ માત્ર 24 રન બનાવ્યા હતા. તેવામાં કહી શકીએ કે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે. 

ટેલર-વિલિયમસનની અડધી સદી
ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ પર 239 રન બનાવ્યા હતા. તેના માટે રોસ ટેલર 74 અને કેપ્ટન કેન વિલિયમસને 67 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. 

સતત ત્રીજી સેમિફાઇનલમાં કોહલી ફેલ
વિરાટ કોહલી પોતાના વિશ્વ કપ કરિયરમાં સતત ત્રીજીવાર સેમિફાઇનલમાં ફ્લોપ રહ્યો છે. આ પહેલા 2011મા પાકિસ્તાન વિરુદ્ધ સેમિફાઇનલમાં 9 રન પર આઉટ થયો હતો. 2015મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમિફાઇનલમાં 1 રન અને આ વખતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. 

9 વર્ષમાં ભારતના ટોપ ઓર્ડરનું સૌથી ખરાબ પ્રદર્શન
3.1 ઓવરમાં ભારતે 5 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતી 19 બોલમાં રોહિત, રાહુલ અને કોહલી આઉટ થયા હતા. આ પહેલા જાન્યુઆરી 2010મા શ્રીલંકા વિરુદ્ધ ભારતે શરૂઆતી 3 વિકેટ 3.3 ઓવરમાં ગુમાવી દીધી હતી. 

મંગળવારે વરસાદને કારણે મેચ પૂરી ન થઈ
મંગળવારે વરસાદને કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી. તેથી મેચ રિઝર્વ ડે પર રમાઇ રહી છે. મંગળવારે રમત રોકાઇ ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 46.1 ઓવરમાં 5 વિકેટ પર 211 રન હતો. 

વિશ્વ કપમાં સૌથી વધુ રન બચાવનાર ફીલ્ડર
રવીન્દ્ર જાડેજા આ વિશ્વકપમાં સૌથી વધુ રન બચાવનાર ફીલ્ડર બની ગયો છે. તેણે ફીલ્ડિંગ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે 41 પન બચાવ્યા છે. 

વિલિયમસન ન્યૂઝીલેન્ડ માટે એક વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
વિલિયમસન એક વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેના આ વિશ્વ કપમાં 548 રન થઈ ગયા છે. તેણે માર્ટિન ગુપ્ટિલનો રેકોર્ડ તોડ્યો છે. ગુપ્ટિલે 2015મા 547 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડના બે બેટ્સમેન અત્યાર સુધી વિશ્વકપમાં 500+ રન બનાવવામાં સફળ રહ્યાં છે. વિલિયમસન આ વિશ્વકપમાં 500+ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન છે. રોહિત શર્મા (547)ના નામે સૌથી વધુ રન છે. 

વિલિયમસને નિકોલસની સાથે અડધી સદી કરી
જસપ્રીત બુમરાહે ચોથી ઓવરના ત્રીજા બોલ પર માર્ટિન ગુપ્ટિને આઉટ કર્યો હતો. ગુપ્ટિલ માત્ર 1 રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલીએ તેનો કેચ લીધો હતો. જાડેજાએ હેનરી નિકોલસને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. નિકોલસ 28 રન બનાવી બોલ્ડ થયો હતો. તેણે વિલિયમસન સાથે બીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. જાડેજાએ 10 ઓવરમાં 34 રન આપી એક વિકેટ ઝડપી હતી. જેમ્સ નીશમ 12 રન બનાવી પંડ્યાના બોલ પર આઉટ થયો હચો. કોલિન ડી ગ્રાન્ડહોમ (16)ને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો. 

ભારતે પ્રથમ બોલ પર ગુમાવ્યું રિવ્યૂ
ભારતે ઈનિંગના પ્રથમ બોલ પર રિવ્યૂ ગુમાવી દીધું હતું. ભુવનેશ્વર કુમારે ગુપ્ટિલ વિરુદ્ધ LBWની અપીલ કરી, પરંતુ બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો. થર્ડ અમ્પાયરે ગુપ્ટિલને નોટઆઉટ આપ્યો હતો. શરૂઆતી બે ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમ ખાતું પણ ખોલી શકી નહતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news