ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ ટીમ ઈન્ડિયાના મેનૂમાં નહીં હોય બીફ, BCCIએ CAને કરી ભલામણ

ભારતીય ટીમ આ મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જવાની છે. તે 21 નવેમ્બરથી ટી20 સીરીઝ રમશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ ટીમ ઈન્ડિયાના મેનૂમાં નહીં હોય બીફ, BCCIએ CAને કરી ભલામણ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસ પર બીફ મામલામાં ટીકા થયા બાદ ભારતીય ક્રિકેટર ઓસ્ટ્રેલિયામાં આવા પ્રકારના વિવાદથી દૂર રહેવા ઈચ્છે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ મામલામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કહ્યું કે, તે મેન્યૂમાં બીફ સામેલ ન કરે. 

ભારતીય ટીમ આ મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જવાની છે. તે 21 નવેમ્બરથી ટી20 સીરીઝ રમશે. ત્યારબાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમશે. અંગ્રેજી અખાર મુંબઈ મિરરના એક રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈની એક ટીમ પ્રવાસની તૈયારીની માહિતી મેળવવા બે સપ્તાહ પહેલા ઓસ્ટ્રેલિયા ગઈ હતી. આ ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસને લઈને કેટલાક સૂચનો આપ્યા છે. 

રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ દિવસોમાં પોતાના ડાઇટ પર ધ્યાન આપી રહ્યાં છે. આ રીતે બીસીસીઆઈએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમના મેન્યૂમાં વધુમાં વધુ વેજ વસ્તુ રાખવાની માંગ કરી છે. આ સિવાય મેન્યૂમાં બીફ હટાવવાનું કહેવામાં આવ્યું છે. એક અન્ય રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમે હાલમાં વિદેશી પ્રવાસ માટે બીસીસીઆઈ પાસે ત્રણ માંગણી કરી હતી. તેમાં ટીમ માટે યોગ્ય માત્રામાં કેળા ઉપલબ્ધ કરાવવાનું કહેવામાં આવ્યું હતું. 

આ પહેલા ભારતીય ક્રિકેટરોની ત્યારે ટીકા થઈ હતી, જ્યારે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમના લંચ મેન્યૂમાં બીફ રાખવામાં આવ્યું હતું. બીસીસીઆઈએ આ મેન્યૂને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, જેમાં બ્રેસ્ડ બીફ પાસ્તા પણ સામેલ હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ઘણા પ્રશંસકોએ ઈંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શન માટે બીફને જવાબદાર ઠેરવ્યું હતું. 

BCCI Post

ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો કાર્યક્રમ
ટી-20 શ્રેણીઃ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી20 મેચ રમાશે. પ્રથમ મેચ ગાબામાં 21 નવેમ્બરે યોજાશે. બીજી મેચ એમસીજીમાં 23 નવેમ્બર અને ત્રીજી ટી20 એસસીજીમાં 25 નવેમ્બરે રમાશે. 

 ટેસ્ટ શ્રેણીઃ પ્રથમ ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. બીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી પર્થમાં રમાશે. ત્રીજી બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. શ્રેણીની અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાશે. 

વનડે શ્રેણીઃ પ્રથમ વનડે 12 જાન્યુઆરીથી એસસીજીમાં રમાશે. બીજી વનડે 15 જાન્યુઆરીએ એડિલેડ ઓવલમાં અને અંતિમ વનડે 18 જાન્યુઆરીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news