બીસીસીઆઈએ એસજી પાસે 72 ગુલાબી બોલ મંગાવ્યા, ડે-નાઇટ ટેસ્ટમાં થશે ઉપયોગ

ભારતીય ટીમ પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે. ત્યારે બીસીસીઆઈ પણ આ ઐતિહાસિક મેચમાં કોઈ કમી ન રહી જાય તે માટે સતત કામ કરી રહ્યું છે. 

બીસીસીઆઈએ એસજી પાસે 72 ગુલાબી બોલ મંગાવ્યા, ડે-નાઇટ ટેસ્ટમાં થશે ઉપયોગ

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ એસજી (bcci) પાસે આગામી સપ્તાહે 72 ગુલાબી બોલ (pink ball) મંગાવ્યા છે જેનો 22 નવેમ્બરથી ઈડન ગાર્ડન પર રમાનારી ડે-નાઇટ ટેસ્ટ (Day Nigjt Test) મેચમાં ઉપયોગ કરવામાં આવશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ વાતની ખાતરી કરી છે કે મંગળવારથી શરૂ થનારા આ મેચમાં એસજી ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવશે. ફ્લડલાઇટમાં રમાનારી ટેસ્ટ માટે ફિટ બોલ આપવો મોટો પડકાર છે. 

એસજી ગુલાબી બોલનો હજુ સ્પર્ધાત્મક મેચમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. દુલીપ ટ્રોફી કૂકાબુરા ગુલાબી બોલથી સતત ત્રણ સિઝન રમવામાં આવી હતી. ત્યારબાદ બીસીસીઆઈએ પાછલા વર્ષે ફરી લાલ બોલ તરફ નજર કરી હતી. કંપનીના વેચાણ અને માર્કેટિંગના નિયામક પારસ આનંદે કહ્યું, 'બીસીસીઆઈએ છ ડઝન ગુલાબી બોલ મંગાવ્યા છે જે અમે આગામી સપ્તાહ સુધી આપી દેશું.'

તેમણે જણાવ્યું, 'દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં તમે જોયુ કે અમારા લાલ એસજી બોલમાં ઘણો સુધાર આવ્યો છે અને અમે એટલું સંશોધન ગુલાબી બોલ માટે પણ કર્યું છે.'

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો હતો કે બોલમાં સુધાર થયો છે, પરંતુ કહ્યું કે, તેણે ઓછામાં ઓછી 60 ઓવર સુધી ચાલવું જોઈએ. લાલ બોલની તુલનામાં ગુલાબી બોલ પર વધુ ધુળ ચોંટે છે અને તે ઝડપથી મેલો થઈ જાય છે, તેથી તેને જોઈ શકવો મુશ્કેલ બની શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news