પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ટ્વિટ કરીને કહ્યું 'જય શ્રીરામ', ફેન્સ બોલ્યા- 'સુરક્ષિત રહો'

પાકિસ્તાનના પૂર્વ સ્પીનર દાનિશ કનેરિયાએ બુધવારે એક ટ્વિટ કરી જેમાં લખ્યું કે ભગવાન રામ આપણા આદર્શ છે અને આજનો દિવસ દુનિયાભરના હિન્દુઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. દાનિશે આ વાત અયોધ્યામાં થયેલા ભૂમિ પૂજનને લઈને જણાવી. 

Updated By: Aug 6, 2020, 10:08 AM IST
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ટ્વિટ કરીને કહ્યું 'જય શ્રીરામ', ફેન્સ બોલ્યા- 'સુરક્ષિત રહો'

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ સ્પીનર દાનિશ કનેરિયાએ બુધવારે એક ટ્વિટ કરી જેમાં લખ્યું કે ભગવાન રામ આપણા આદર્શ છે અને આજનો દિવસ દુનિયાભરના હિન્દુઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. દાનિશે આ વાત અયોધ્યામાં થયેલા ભૂમિ પૂજનને લઈને જણાવી. 

તેમણે વધુમાં કહ્યું કે 'ભગવાન રામની સુંદરતા તેમના ચરિત્રમાં છે, તેમના નામમાં નહીં અને તેઓ બુરાઈ વિરુદ્ધ અચ્છાઈની જીતના પ્રતિક છે. આજે દુનિયાભરમાં ખુશીની લહેર છે, આ એક સંતુષ્ટિની ક્ષણ છે.'

પાકિસ્તાનમાં રહીને આ ટ્વિટ લખવા બદલ એક ફેને તેમને સુરક્ષિત રહેવાનું કહ્યું તો તેના પર જવાબ આપતા દાનિશે કહ્યું કે 'અમે સુરક્ષિત છીએ, કોઈને અમારા ધાર્મિક વિશ્વાસ સાથે કોઈ સમસ્યા નથી. પ્રભુ શ્રીરામનું જીવન આપણને એક્તા અને ભાઈચારો શિખવાડે છે.'