R Ashwin: પહેલા પિતા અને હવે પુત્રને કર્યો આઉટ... અશ્વિને બનાવ્યો અનોખો રેકોર્ડ
R Ashwin: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઈ ગઈ છે. મેચના પ્રથમ દિવસે વિન્ડીઝે લંચ સમયે ચાર વિકેટે 68 રન બનાવી લીધા છે. આ વચ્ચે અશ્વિને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
Trending Photos
R Ashwin : ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચમાં લંચ સમયે વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 68 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિને એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે.
ભારતની પ્રથમ બોલિંગ
બે મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમ માટે આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સાઇકલ (WTC Cycle)ની શરૂઆત છે. આ મેચમાં પ્રથમ સત્રમાં ભારતે ચાર બેટરોને આઉટ કર્યાં છે. જેમાં બે સફળતા આર અશ્વિનને મળી છે.
અશ્વિને બનાવ્યો અનોખો રેકોર્ડ
36 વર્ષીય અશ્વિને વેસ્ટ ઈન્ડિઝના ઓપનર તેગનારાયણ ચંદ્રપોલ (Tagenarine Chanderpaul)ને પોતાનો શિકાર બનાવ્યો હતો. ચંદ્રપોલે 44 બોલની ઈનિંગમાં માત્ર 12 રન બનાવ્યા હતા. તે ટીમનો સ્કોર 31 રન હતો ત્યારે આઉટ થયો હતો. આર અશ્વિને ચંદ્રપોલને આઉટ કર્યો હતો. આ સાથે અશ્વિન પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર ભારતનો પ્રથમ બોલર બની ગયો છે.
2011માં ઝડપી હતી પિતાની વિકેટ
અશ્વિને દિલ્હીમાં વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં શિવનારાયણ ચંદ્રપોલને lbw આઉટ કર્યો હતો. હવે અશ્વિને શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર તેગનારાયણને બોલ્ડ કર્યો છે. આ પહેલા કોઈ ભારતીય બોલરે પિતા-પુત્રને આઉટ કરવાની સિદ્ધિ મેળવી નથી. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પણ શિવનારાયણ અને તેગનારાયણ ચંદ્રપોલને આઉટ કરી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે