IPL 2019: 24 ડોટ બોલ, ઉથપ્પાએ બનાવ્યો ધીમી ઈનિંગનો રેકોર્ડ

ઉથપ્પાએ કેકેઆર તરફથી સૌથી વધુ 40 રન બનાવ્યા. પરંતુ જે સ્ટ્રાઇક રેટ (85.10)થી તેણે બેટિંગ કરી તેની ટીકા થઈ રહી છે. ઉથપ્પાએ પોતાની ઈનિંગમાં 47 બોલનો સામનો કરતા 40 રન બનાવ્યા હતા. 
 

IPL 2019: 24 ડોટ બોલ, ઉથપ્પાએ બનાવ્યો ધીમી ઈનિંગનો રેકોર્ડ

નવી દિલ્હીઃ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારીને કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની સફર રવિવારે પૂરી થઈ ગઈ હતી. પ્લેઓફની દોડમાં પહોંચવા માટે કોલક્તાને મુંબઈ વિરુદ્ધ કોઈપણ ભોગે જીતની જરૂર હતી, પરંતુ તે ન મેળવી શકી. શાહરૂખની ટીમ અહીં પ્રથમ બેટિંગ કરતા માત્ર 133 રન બનાવી શકી હતી. ટીમના સ્ટાર ખેલાડી આંદ્રે રસેલ 0 પર આઉટ થઈ ગયો અને પછી બાકીનું કામ રોબિન ઉથપ્પાએ પૂરુ કર્યું હતું. 

કહેવા માટે તો ઉથપ્પાએ રવિવારના મેચમાં કેકેઆરની તરફથી સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. પરંતુ જે સ્ટ્રાઇક રેટ (85.10)થી તે રમ્યો જેથી તેની ટીકા થઈ રહી છે. ઉથપ્પાએ પોતાની ઈનિંગમાં 47 બોલનો સામનો કર્યો. જેમાં તેણે 40 રન બનાવ્યા, જેમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો સામેલ હતો. પરંતુ તેણે 24 ડોટ બોલ પણ રમી હતી. ટી20 ક્રિકેટમાં આટલા ડોટ બોલ રમવા કોઈ ગુનાથી ઓછા નથી અને રવિવારે આ ક્રાઇમ ઉથપ્પાએ કર્યો હતો. 

નામે થયો અણગમતો રેકોર્ડ
એટલું જ નહીં મેચની સાથે ઉથપ્પાના નામે એક અણગમતો રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. તેણે કુલ 26 બોલ એવા રમ્યા જેના પર તે ઈચ્છીને પણ શોટ ન ફટકારી શક્યો. આ લિસ્ટમાં હાલમાં તેનાથી આગળ માત્ર કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમેલો પાલ વલથાટી છે. જેણે 2011માં દિલ્હી ડેયરડેવિલ્સ વિરુદ્ધ 29 ડોટ બોલ રમ્યો હતો. 

60 બોલ પર ન બન્યો કોઈ રન
કોલકત્તાની હારનું સૌથી મોટું કારણ તેની બેટિંગ રહી હતી. બોર્ડ પર સ્કોર નહતો, જેથી બોલરોનું મનોબળ પણ પડી ભાંગ્યું અને મુંબઈ આસાનીથી જીતી ગયું હતું. ઈનિંગમાં 60 બોલ એટલે કે પૂરી 10 ઓવર એવી હતી જેમાં કોઈ રન ન બન્યા. તેમાંથી 24 બોલ રોબિન ઉથપ્પાના ડોટ હતા. 

આઈપીએલ 2014ના સ્ટાર ખેલાડી ઉથપ્પા માટે આઈપીએલ 2019 કંઇ ખાસ ન રહ્યો. આ પહેલા આરસીબી વિરુદ્ધ મેચમાં પણ તે ધીમું રમ્યું હતું. ત્યારે તેણે 20 બોલમાં 9 રન બનાવ્યા હતા. તે મેચમાં પણ કોલકત્તા 20 ઓવરમાં પોતાના નિર્ધારિત લક્ષ્યથી દૂર રહ્યું હતું. આ મેચમાં આરસીબીએ 214 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કેકેઆર 20 ઓવરમાં 203 રન બનાવી શક્યું હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news