પસંદગીકારોએ આ 3 ખેલાડીઓના ટી20 કરિયરને આપ્યું જીવનદાન, શું પૂરુ થશે સપનું, હાથમાં આવશે છેલ્લી તક

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે અનેક અટકળો બાદ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. આ સિવાય સંજૂ સેમસનને પણ ફરી ટી20 ટીમમાં તક મળી છે. 
 

પસંદગીકારોએ આ 3 ખેલાડીઓના ટી20 કરિયરને આપ્યું જીવનદાન, શું પૂરુ થશે સપનું, હાથમાં આવશે છેલ્લી તક

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝ ભારત માટે મહત્વની માનવામાં આવી રહી છે. આ સિરીઝ માટે ટીમની પસંદગી ખુબ ચર્ચામાં રહી કારણ કે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની 14 મહિના બાદ આ ફોર્મેટમાં વાપસી થઈ છે. આઈસીસી ટી20 વિશ્વકપ પહેલા ભારત માટે અફઘાનિસ્તાનની સિરીઝ છેલ્લી આંતરરાષ્ટ્રીય શ્રેણી છે. તેને 3 ભારતીય સીનિયર ખેલાડીઓ માટે સારી તક માનવામાં આવી રહી છે. 

ભારત અને અફઘાનિસ્તાનની ટીમ 11 જાન્યુઆરીથી ત્રણ મેચની ટી20 સિરીઝ રમવા ઉતરશે. કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. ટીમમાં પસંદગી બાદ માનવામાં આવી રહ્યું છે કે તે ટી20 વિશ્વકપમાં પણ કમાન સંભાળશે. આઈસીસી વનડે વિશ્વકપની ફાઈનલમાં જે તક તેના હાથમાંથી જતી રહી તેને તે પૂરી કરી શકે છે. 

3 ખેલાડીઓના સપના થઈ શકે છે પૂરા
ટી20 વિશ્વકપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમવા ઉતરશે કે નહીં તેને લઈને અફઘાનિસ્તાન ટી20 સિરીઝ પહેલા ઘણા સવાલ ઉઠી રહ્યાં હતા. પસંદગીકારોએ આ બંને ધુરંધરને 14 મહિના બાદ ટીમમાં તક આપી તમામ સવાલો પર વિરામ લગાવી દીધો છે. આ બંને સાથે સંજૂ સેમસનની પાસે પણ એકવાર ફરી આઈસીસી ટૂર્નામેન્ટ માટે ટીમમાં જગ્યા બનાવવાની તક બની શકે છે. જો તે પોતાના પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો તો તેની પાસે પણ વેસ્ટઈન્ડિઝ-યુએસએ જવાની તક છે.

શું રોહિત શર્મા આઈસીસી ટ્રોફી અપાવશે?
2022માં ટી20 વિશ્વકપમાં કેપ્ટન તરીકે રોહિત શર્માએ ટાઈટલ જીતવાની તક ગુમાવી દીધી છે. પાછલા વર્ષે વનડે વિશ્વકપ ફાઈનલમાં પહોંચ્યા બાદ પણ ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. પસંદગીકારોએ ટી20 ટીમમાં લાંબા સમય બાદ તેની પસંદગી કરી તો સંકેત સ્પષ્ટ છે કે તે આઈસીસી ટૂર્નામેન્ટમાં ટીમની કમાન સંભાળશે. આ રોહિત શર્મા પાસે કેપ્ટન તરીકે આઈસીસી ટ્રોફીમાં છેલ્લી તક હશે અને તે ટીમને ચેમ્પિયન બનાવવા ઈચ્છશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news