IND Vs ENG: બીજી ટેસ્ટમાં પર્દાપણ કરી શકે છે આ બે યુવા ખેલાડી, જાણો સંભવિત પ્લેઈંગ 11

IND Vs ENG: કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બહાર થતાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. બીજી ટેસ્ટમાં રોહિત શર્મા બે ખેલાડીઓનું પર્દાપણ કરાવી શકે છે.
 

IND Vs ENG: બીજી ટેસ્ટમાં પર્દાપણ કરી શકે છે આ બે યુવા ખેલાડી, જાણો સંભવિત પ્લેઈંગ 11

IND Vs ENG: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી પાછળ રહ્યાં બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળશે. બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા તરફથી સરફરાઝ ખાન અને રજત પાટીદારનું પર્દાપણ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સિવાય બેટિંગને મજબૂત કરવા માટે મોહમ્મદ સિરાજને બહાર કરવામાં આવી શકે છે. તો રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાને કારણે બીજી ટેસ્ટ મેચ રમશે નહીં. પરંતુ આ બંને ખેલાડીઓની ગેરહાજરીને કારણે લાંબા સમય બાદ કુલદીપ યાદવને ભારત તરફથી ટેસ્ટ રમવાની તક મળી શકે છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની બેટિંગ લાઈનઅપ નબળી લાગી રહી છે. વિરાટ કોહલી ન રમવાને કારણે મિડલ ઓર્ડરમાં હવે કોઈ સીનિયર ખેલાડી હાજર નથી. કેએલ રાહુલ બહાર થતાં રજત પાટીદારનું પર્દાપણ નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ બેટિંગ ડેપ્થમાં કમીને કારણે સરફરાઝ ખાન પણ પર્દાપણ કરી શકે છે. આ બંને ખેલાડીઓને તક મળવાનું એક કારણ છે શ્રેયસ અય્યર અને શુભમન ગિલનું ખરાબ ફોર્મ. પરંતુ બીજી ટેસ્ટમાં ગિલ અને અય્યર મેદાનમાં ઉતરી શકે છે.

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર
ભારતના બોલિંગ વિભાગમાં પણ ફેરફાર જોવા મળશે. સ્પિનર્સ માટે મદદગાર પિચ હોવાને કારણે ટીમ ઈન્ડિયા માત્ર એક ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી શકે છે. જસપ્રીત બુમરાહ પ્રથમ ટેસ્ટમાં છ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેવામાં તેનું રમવાનું નક્કી છે. આ સિવાય અશ્વિન અને અક્ષર પણ પ્લેઈંગ ઈલેવનમાં હશે. જો ભારત બેટિંગ ડેપ્થ વિશે વધુ નહીં વિચારે તો કુલદીપ યાદવને પણ તક મળશે.

આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, સરફરાઝ ખાન, શ્રેયસ અય્યર, રજત પાટીદાર, કેએસ ભરત, અક્ષર પટેલ, આર અશ્વિન, કુલદીપ યાદવ/વોશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news