મોંઘીદાટ કારથી ભરેલું છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નનું ગેરેજ, કુલ સંપત્તિ જાણીને તમે ચોંકી જશો
સ્પિનના જાદુગર શેન વોર્નનું નિધન થતાં આખું ક્રિકેટ જગત આઘાતમાં છે. પોતાની ફિરકીથી બેટ્સમેનોને નચાવનારા વોર્નની લાઈફસ્ટાઈલ ઘણી શાનદાર હતી. તે કારનો શોખીન હતો.
Trending Photos
નવી દિલ્લી: પોતાની ફિરકીથી દુનિયાભરના બેટ્સમેનોને પરેશાન કરનારા ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર શેન વોર્નનું નિધન થઈ ગયું. તેઓ 52 વર્ષના હતા. તેમનું નિધન થાઈલેન્ડમાં શંકાસ્પદ હાર્ટ અટેકના કારણે થયું. આ ઓસ્ટ્રેલિયાઈ લેગ સ્પિનરના નિધનના કારણે આખું ક્રિકેટ જગત આઘાતમાં છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાના પસંદીદા ક્રિકેટરને લઈને પોસ્ટ લખી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વોર્નની લાઈફસ્ટાઈલ કેટલી શાનદાર હતી અને તેમની પાસે કુલ કેટલી સંપત્તિ હતી.
સ્પીડના શોખીન
વોર્ન આમ તો દુનિયાના સર્વકાલીન મહાન સ્પિનરોમાં જાણીતા હતા. પરંતુ તે ઝડપી સ્પીડને પસંદ કરતા હતા. વોર્નને ફેરારી અને લેમ્બોર્ગિની જેવી કાર ઘણી પસંદ હતી. તેમણે એક વાર જણાવ્યું હતું કે તેમની પાસે 20 કારનું ગેરેજ છે. તેમના ગેરેજમાં બે સીટવાળી એફ ટાઈપની જગુઆર કાર પણ હતી.
વોર્નના ગેરેજમાં આ કાર પણ છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વોર્ને કરોડો રૂપિયાની બેન્ટલી કોન્ટીનેન્ટલ સુપર સ્પોર્ટ્સ કાર ખરીદી હતી. તેમની પાસે બુગાટી વેયરોન જેવી લક્ઝરી કાર પણ હતી. વોર્નના પિતાને કારનો બહુ વધારે શોખ હતો. વોર્નની કારમાં બે મર્સિડિઝ, બે બીએમડબલ્યુ અને હોલ્ડન વીકે કોમોડોર પણ હતી.
શેન વોર્નની કુલ નેટવર્થ
આ ઓસ્ટ્રેલિયાઈ સ્પિનર દુનિયાના સૌથી પૈસાદાર ક્રિકેટમાં એક હતા. વિવિધ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વોર્નની પાસે કુલ 50 મિલિયન ડોલર એટલે લગભગ 385 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ હતી.
વોર્નના નામે આ રેકોર્ડ
આ દિગ્ગજ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર વોર્ને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 145 મેચ રમ્યા હતા. તેમણે ટેસ્ટ કારકિર્દીમાં 708 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલે તે શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરન (800 વિકેટ) પછી બીજા સ્થાને રહ્યો. વોર્ને જાન્યુઆરી 2007માં પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે