IPL 2019: ગોપાલની રેકોર્ડ હેટ્રિક, વરસાદે આરસીબીને કર્યું આઉટ

આ સાથે બેંગલોરની પ્લેઓફમાં પહોંચવાની આશા પાણીમાં ધોવાઈ ગઈ છે, જ્યારે રાજસ્થાન હજુ પણ પ્લેઓફની રેસમાં છે. 

IPL 2019: ગોપાલની રેકોર્ડ હેટ્રિક, વરસાદે આરસીબીને કર્યું આઉટ

બેંગલુરૂઃ રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર શ્રેયસ ગોપાલે મંગળવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ હેટ્રિક ઝડપીને આઈપીએલ ઈતિહાસમાં હેટ્રિક ઝડપનારા બોલરોની યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. શ્રેયસ ગોપાલ આઈપીએલમાં હેટ્રિક ઝડપનાર 10મો ભારતીય અને કુલ 16મો બોલર છે. શ્રેયસ ગોપાલે આઈપીએલ-12ની આ બીજી હેટ્રિક ઝડપી છે. આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબના બોલર સેમ કરને દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આ સિઝનમાં હેટ્રિક ઝડપી હતી. 

આઈપીએલ ઈતિહાસની 19મી હેટ્રિક
ગોપાલ આઈપીએલમાં હેટ્રિક ઝડપનાર 16મો બોલર બન્યો છે. આઈપીએલમાં બોલર અત્યાર સુધી 19 હેટ્રિક ઝડપી ચુક્યા છે. જેમાં સૌથી વધુ હેટ્રિક ઝડપવાનો રેકોર્ડ ભારતના લેગ સ્પિનર અમિત મિશ્રાના નામે છે. મિશ્રાના નામે આઈપીએલમાં 3 હેટ્રિક લેવાનો રેકોર્ડ છે. મિશ્રા આઈપીએલમાં ત્રણ હેટ્રિક ઝડપનાર એકમાત્ર બોલર છે. પોતાના આઈપીએલ કરિયરમાં મિશ્રા એક વાર ઈનિંગમાં પાંચ વિકેટ પણ ઝડપી ચુક્યો છે. 

આમ પૂરી કરી હેટ્રિક
શ્રેયસ ગોપાલે આરસીબીની ઈનિંગની બીજી ઓવરમાં સતત ત્રણ બોલ પર ત્રણ વિકેટ ઝડપીને આઈપીએલ 12ની બીજી હેટ્રિક બનાવી હતી. આ સાથે આરસીબીના ટોપ ઓર્ડરની કમર તોડી દીધી હતી. આ દરમિયાન તેણે વિરાટ કોહલી, ડિવિલિયર્સ અને માર્કસ સ્ટોઇનિસને આઉટ કર્યા હતા. 

1.4 ઓવરમાં ગોપાલે વિરાટ કોહલી (25)ને વિલિંગસ્ટોનના હાથે લોંગ ઓન પર કેચ કરાવ્યો હતો. ત્યારબાદ ડિવિલિયર્સ (10)નો કેચ રિયાન પરાગે ઝડપ્યો હતો. તો ગોપાલનો ત્રીજો શિકાર માર્કસ સ્ટોઇનિસ બન્યો હતો જેનો કેચ કેપ્ટન સ્મિથે ઝડપ્યો હતો. 

આઈપીએલમાં હેટ્રિક

1. લક્ષ્મીપતિ બાલાજી (ચેન્નઈ સુપર કિંગ્સ) vs કિંગ્સ ઈલેવન પંજાબ 2008

2. અમિત મિશ્રા (દિલ્હી ડેરડેવિલ્સ) vs ડેક્કન ચાર્જર્સ 2008

3. માખાયા નતીની (સીએસકે) વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ 2008

4. યુવરાજ સિંહ (પંજાબ) વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર 2009

5. રોહિત શર્મા (ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ) vs મુંબઈ ઇન્ડિયન્સ 2009

6. યુવરાજ સિંહ (પંજાબ) vs ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ 2009

7. પ્રવીણ કુમાર (આરસીબી) vs રાજસ્થાન રોયલ્સ 2010

8. અમિત મિશ્રા (ડેક્કન હૈદરાબાદ) વિરુદ્ધ પંજાબ 2011

9. અજિત ચંડીલા (રાજસ્થાન) vs પૂણે વોરિયર્સ 2012

10. સુનિલ નારાયણ (કેકેઆર) vs પંજાબ 2013

11. અમિત મિશ્રા (સનરાઇઝર્સ હૈદરાબાદ) વિરુદ્ધ પૂણે વોરિયર્સ 2013

12. પ્રવીણ ટેમ્બે (રાજસ્થાન) વિરુદ્ધ કેકેઆર 2014

13. શેન વૉટસન (રાજસ્થાન) વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ 2014

14. અક્ષર પટેલ (પંજાબ) vs ગુજરાત લાયન્સ 2016

15. સેમ્યુઅલ બદરી (આરસીબી) વિ મુંબઇ ઇન્ડિયન્સ 2017

16. એન્ડ્રુ ટાઇ (ગુજરાત) વિ. પુણે સુપરજાયન્ટ્સ 2017

17. જયદેવ ઉનડકટ (પુણે ) vs સનરાઇઝ હૈદરાબાદ  2017

18. સેમ કરન (પંજાબ) vs દિલ્હી કેપિટલ્સ 2019

19. શ્રેયસ ગોપાલ (રાજસ્થાન રોયલ્સ) vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર 2019

શ્રેયસ ગોપાલનો રેકોર્ડ
ગોપાલ ટી20 ક્રિકેટમાં એકથી વધુ હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. ગોપાલ પહેલા અમિત મિશ્રા (3 હેટ્રિક) અને યુવરાજ સિંહ (2 હેટ્રિક) આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. મહત્વનું છે કે આઈપીએલ પહેલા ગોપાલે સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી 2018-2019માં કર્ણાટક તરફથી રમતા હરિયાણા વિરુદ્ધ હેટ્રિક ઝડપી હતી. ગોપાલ એવો બેટ્સમેન બની ગયો જેણે વિરાટ કોહલી અને ડિવિલિયર્સને એક જ મેચમાં ત્રણ અલગ-અલગ તકે આઉટ કર્યાં છે. 

ગોપાલ પહેલો એવો બોલર છે જેણે વરસાદને કારણે ધોવાયેલા મેચમાં હેટ્રિક હાસિલ કરી છે. એટલું જ નહીં ગોપાલ 6 કે તેથી ઓછી ઓવરવાળા ટી20 મેચમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર છે. ગોપાલ રાજસ્થાન તરફથી હેટ્રિક ઝડપનાર ચોથો બોલર બની ગયો છે. આ પહેતા અજીત ચંદીલા (2012), પ્રવીણ તાંબે (2014) અને શેન વોટસન (2014)એ રાજસ્થાન માટે આ સિદ્ધિ મેળવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news