આજથી બદલાઇ ગયો SBI એકાઉન્ટ સાથે જોડાયેલો આ નિયમ, ખાતાધારકો માટે જરૂરી સમાચાર

ભારતીય સ્ટેટ બેંક (SBI) ના સેવિંગ એકાઉન્ટમાં એક લાખ રૂપિયાથી વધુ જમા રાખનાર સેવિંગ એકાઉન્ટ ધારકોને બુધવારથી 0.25 ટકા ઓછું વ્યાજ મળશે. સ્ટેટ બેંકે પોતાના વ્યાજ દરને રિઝર્વ બેંકના રેપો રેટ એટલે કે ટૂંકાગાળાના વ્યાજ દર સાથે જોડી દેવામાં આવ્યા છે. જોકે સ્ટેટ બેંકના બચત એકાઉન્ટમાં 1 લાખથી ઓછી જમા રાશિ ધરાવનાર એકાઉન્ટ ધારકોને પહેલાંની માફક 3.5 ટકાના દરથી વ્યાજ મળતું રહેશે. 
આજથી બદલાઇ ગયો SBI એકાઉન્ટ સાથે જોડાયેલો આ નિયમ, ખાતાધારકો માટે જરૂરી સમાચાર

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંક (SBI) ના સેવિંગ એકાઉન્ટમાં એક લાખ રૂપિયાથી વધુ જમા રાખનાર સેવિંગ એકાઉન્ટ ધારકોને બુધવારથી 0.25 ટકા ઓછું વ્યાજ મળશે. સ્ટેટ બેંકે પોતાના વ્યાજ દરને રિઝર્વ બેંકના રેપો રેટ એટલે કે ટૂંકાગાળાના વ્યાજ દર સાથે જોડી દેવામાં આવ્યા છે. જોકે સ્ટેટ બેંકના બચત એકાઉન્ટમાં 1 લાખથી ઓછી જમા રાશિ ધરાવનાર એકાઉન્ટ ધારકોને પહેલાંની માફક 3.5 ટકાના દરથી વ્યાજ મળતું રહેશે. 

રેપો રેટથી 2.75 ટકા ઓછો થશે વ્યાજ દર
એસબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચના અનુસાર 1 લાખથી વધુની રકમની જમા સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદર રિઝર્વ બેંકના રેપો રેટથી 2.75 ટકા નીચે હશે. રિઝર્વ બેંકનો રેપો રેટ હાલમાં 6 ટકા પર છે. આ પ્રકારે 1 લાખ રૂપિયાથી વધુ જમા સેવિંગ એકાઉન્ટ પર 3.25 ટકાના દરથી વ્યાજ આપવું પડશે. જોકે રિઝર્વ બેંક જો રેપો રેટ વધારે છે તો આ પ્રકારે એકાઉન્ટમાં વ્યાજ દર વધી જશે અને જો રિઝર્વ બેંક દરમાં વધુ ઘટાડો કરે છે તો સેવિંગ એકાઉન્ટમાં પણ દર ઘટી જશે.  

અત્યારે 3.5 ટકાના દરે મળે છે વ્યાજ
રેપો રેટ તે દર હોય છે જેના પર રિઝર્વ બેંક વાણિજ્યિક બેંકોને એક દિવસ માટે કેશ ઉપલબ્ધ કરાવે છે. હાલ સ્ટેટ બેંકના સેવિંગ એકાઉન્ટ પર ખાતા ધારકોને 3.5 ટકાના દરથી વ્યાજ આપવામાં આવે છે. વ્યાજને દર ત્રિમાસિક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. દેશના સૌથી મોટા વાણિજ્યિક બેંક સ્ટેટ બેંક હાલની સ્થિતિ અનુસાર (30 એપ્રિલ) એક કરોડ રૂપિયા સુધીની સેવિંગ એકાઉન્ટ જમા પર 3.5 ટકા અને એક કરોડ રૂપિયાની વધુ જમા પર ચાર ટકાના દરથી વ્યાજ આપી રહી છે. 

વ્યાજનો દર RBI ના રેપો રેટ સાથે જોડાયેલ છે
સ્ટેટ બેંકે માર્ચમાં જાહેરાત કરી હતી કે 1 મેથી સેવિંગ એકાઉન્ટ અને ટૂંકા ગાળાના દેવાના દરને રિઝર્વ બેંકની રેપો રેટ સાથે જોડવામાં આવશે. આ પગલાં હેતું રિઝર્વ બેંકની મૌદ્વિક નીતિમાં થનાર ફેરફારનો લાભ જલદીમાં જલદી ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. બેંકે એ પણ કહ્યું કે 1 લાખથી વધુ સીમાવાળા બધા કેશ બેંક એકાઉન્ટ્સ અને ઓવરડ્રાફ્ટ સુવિધાને પણ રિઝર્વ બેંકના રેપો રેટની ઉપર 2.25 ટકાના જમાના અનુરૂપ વ્યાજ દર સાથે જોડવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news