SLvIND: શિખર ધવન બન્યો ભારતનો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન, 62 વર્ષનો ઈતિહાસ બદલાયો
શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમની કમાન શિખર ધવન સંભાળી રહ્યો છે. પ્રથમ વનડે મેચમાં મેદાન પર ઉતરતા ધવને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Trending Photos
કોલંબોઃ ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે આજથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થઈ ગયો છે. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હોવાને કારણે શિખર ધવન ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો છે. કેપ્ટન તરીકે મેદાન પર પગ મુકતા ગબ્બરે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ઈન્ડિયા-એની કમાન સંભાળી ચુકેલ શિખર ધવનને પ્રથમવાર સીનિયર ટીમની કમાન સંભાળવાની તક મળી છે. કેપ્ટન તરીકે પોતાની પ્રથમ મેચમાં તેની ઉંમર 35 વર્ષ 225 દિવસ છે, આ રીતે તે આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ભારતની કમાન સંભાળનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો, આ પહેલા 1959માં હેમૂ અધિકારીએ જ્યારે વિન્ડીઝ વિરુદ્ધ આગેવાની કરી, ત્યારે તેમની ઉંમર 39 વર્ષ 190 દિવસ હતી.
સૌથી વધુ ઉંમરે આગેવાની કરનાર ભારતીય
હેમૂ અધિકારી | 39 વર્ષ 190 દિવસ vs વિન્ડીઝ | દિલ્હી, 1959 |
વીનૂ માંકડ | 39 વર્ષ 264 દિવસ vs પાક | ઢાકા, 1955 |
સીકે નાયડૂ | 36 વર્ષ 238 દિવસ vs ઈંગ્લેન્ડ | લોર્ડસ 1932 |
વિજય હઝારે | 36 વર્ષ 236 દિવસ vs ઈંગ્લેન્ડ | દિલ્હી, 1951 |
નવાબ ઓફ પટૌડી સીનિયર | 36 વર્ષ 98 દિવસ vs ઈંગ્લેન્ડ | લોર્ડ્સ 1946 |
લાલા અમરનાથ | 36 વર્ષ 78 દિવસ vs ઓસ્ટ્રેલિયા | બ્રિસ્બેન, 1947 (ટેસ્ટ) |
શનાકા શ્રાલંકાનો 10મો કેપ્ટન
દાનુસ શનાકા છેલ્લા ચાર વર્ષોમાં ટીમનો 10મો કેપ્ટન છે. ધનંજય ડિસિલ્વા અને ફાસ્ટ બોલર દુશમંત ચમીરાને છોડી કોઈપણ એવો ખેલાડી નજર આવતો નથી જે ભારતીય ટીમને પડકાર આપી શકે.
વર્લ્ડ ટી20 માટે મહત્વનો પ્રવાસ
યુવા ખેલાડીઓથી ભરેલી ટીમના ઘણા ખેલાડીઓ પર બોર્ડની લાંબા સમયથી નજર હતી. આઈપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા આ ખેલાડીઓ જો સિરીઝમાં ચાલી ગયા તો ટી20 વિશ્વકપ માટે દાવેદાર બની શકે છે. ખુદ કેપ્ટન શિખર પર તલવાર લટકી રહી છે. ટીમમાં તેના સિવાય અન્ય ત્રણ ઓપનર્સ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે