દાદાના મનમાં આજે પણ છે દુઃખ, 2003ના વિશ્વકપમાં ધોની મારી ટીમમાં હોત તો

સૌરવ ગાંગુલીએ પોતાની આત્મકથા એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ  ('A Century is Not Enough')માં ધોનીની ખૂબ પ્રશંસા કરી છે.   

Updated By: Mar 1, 2018, 09:17 PM IST
  દાદાના મનમાં આજે પણ છે દુઃખ, 2003ના વિશ્વકપમાં ધોની મારી ટીમમાં હોત તો
વિદેશમાં ટીમ ઈન્ડિયાને સૌથી વધુ સફળતા ગાંગુલીએ અપાવી હતી. (ફાઇલ ફોટો)

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મહાન કેપ્ટનોમાં સામેલ સૌરવ ગાંગુલીને આજે પણ 2003ના વિશ્વકપના ફાઇનલમાં મળેલી હાર ભૂલાતી નથી. તે ફાઈનલને આજે પણ યાદ કરે છે. સૌરવે પોતાની આત્મકથા એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ  ('A Century is Not Enough')માં ફરી એકવાર 2003ના ફાઇનલને યાદ કર્યો છે. તેમણે આ પુસ્તકમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની રમત અને કેપ્ટનશિપ વિશે ઘણી વાતો લખી છે. 

આ વાત તમામ જાણે છે કે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઈન્ડિયામાં સૌરવ ગાંગુલી લઈને આવ્યો હતો. કહેવામાં આવે છે કે સૌરવ ગાંગુલી ધોનીની રમતથી પ્રભાવિત હતો જ્યારે ધોની ઝારખંડ તરફતી રમતો હતો. ત્યારે ગાંગુલીએ તેને કોલકત્તા આવીને રમવાનું કહ્યું હતું પરંતુ ધોનીએ ઝારખંડ તરફથી રમવાનું પસંદ કર્યું હતું. બાદમાં ગાંગુલીની આગેવાનીમાં ધોનીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ હતી. પ્રથમવાર 2004માં ચિટગાંવમાં ધોનીની ટીમમાં એન્ટ્રી થઈ. જ્યારે ઉપરના ક્રમમાં બેટિંગમાં ફ્લોપ થયો તો ગાંગુલીએ ધોનીને 3 નંબર પર બેટિંગ કરવા માટે પ્રમોટ કર્યો હતો. 

ત્યારબાદ ધોનીએ શાનદાર ઈનિંગ રમી. જેમાં પાકિસ્તાન વિરુદ્ધ 148 રનની ઈનિંગ સામેલ છે. ત્યારબાદ ધોનીએ લંકા વિરુદ્ધ 183 રનની સ્ફોટક પારી રમી હતી. 

સૌરવ ગાંગુલીએ પોતાની આત્મકખામાં લખ્યું, મેં ઘણા વર્ષો તેવા ખેલાડીઓ પર નજર રાખી જે દબાવના ક્ષણોમાં શાંત રહેતા હતા અને પોતાની ક્ષમતાથી મેચની તસ્વીર બદલી શકતા હતા. 2004માં મારુ ધ્યાન મહેન્દ્ર સિંહ ધોની પર ગયું હતું, તે કંઇક આવો જ ખેલાડી હતી. ગાંગુલીનું કહેવું છે કે તે પ્રથમ દિવસથી ધોનીના પ્રશંસક હતા. 

સૌરવ ગાંગુલીએ 2003ના વિશ્વકપના ફાઇનલને યાદ કરતા લખ્યું, કદાચ, ધોની વિશ્વકપ 2003માં મારી ટીમમાં હોત. પરંતુ અમે જ્યારે 2003નો વિશ્વકપ રમી રહ્યા હતા તે સમયે ધોની ભારતીય રેલવેમાં ટિકિટ કલેક્ટર હતો. ગાંગુલીએ લખ્યું કે, આજે હું તે વાતથી ખૂશ છું કે ધોનીને લઈને જે અનુમાન લગાવ્યું હતું તે યોગ્ય સાબિત થયું છે. ધોનીએ આજે પોતાને એક મોટા ખેલાડીના રૂપમાં સ્થાપિત કર્યો છે. 

જ્યારે અંતિમ મેચમાં ધોનીએ ગાંગુલીને આપ્યો કેપ્ટનશિપનો મોકો
સૌરવ ગાંગુલીએ 2008માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. રસપ્રદ વાત એ છે કે જ્યારે ધોનીએ ગાંગુલીના નેતૃત્વમાં પોતાનું કેરિયર શરૂ કર્યું, તેના નેતૃત્વમાં તેણે પોતાની છેલ્લી મેચ રમી. નવેમ્બર 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં રમાયેલી ચોથી ટેસ્ટ ગાંગુલીના કેરિયરની અંતિમ મેચ હતી. આ મેચમાં ધોનીએ ગાંગુલી પ્રત્યે સન્માન વ્યક્ત કરતા અંતિમ ઓવરોમાં તેને ટીમનું નેતૃત્વ કરવાનો મોકો આપ્યો હતો. આ વાતનો ગાંગુલીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર કર્યો હતો કે ધોનીના આ અંદાજના તે પ્રશંસક છે. 

1996માં સૌરવ ગાંગુલીએ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. ગાંગુલીએ 113 ટેસ્ટ અને 311 વનડે રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 42.17ની ેવરેજથી 7212 રન બનાવ્યા જેમાં 16 સદી સામેલ હતી.